સૌરાષ્ટ્રની સૌથી મોટી સહકારી સંસ્થા રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના મતદાન બાદ ઉમેદવારોનું પરિણામ જાહેર થયું છે. આ ચૂંટણીમાં 95 ટકા મતદાન થયું હતું. લોધિકા સંઘમાં 15 ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપના બે જૂથ વચ્ચે ઉમેદવારોને લઈ ભારે ખેંચતાણ સર્જાઈ હતી. આજે આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને તેમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અરવિંદ રૈયાણીનો પરાજય થયો છે. જ્યારે માધાપર બેઠક પર વિજય સખીયાનો વિજય થયો છે.
પૃથ્વીસિંહ જાડેજાનો પરાજય વિજય સખિયાની જીત
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે.જેમાં હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયાની શાનદાર જીત થઈ છે અને પરિણામ જાહેર થાય તે પૂર્વે જ ધીરુભાઈ રોકડ દ્વારા તેમને ખુલ્લું સમર્થન અપાયું હોવાથી પરિણામ પહેલાં જ ઢોલ નગારા વગાડીને ઉજવણી શરૂ થઈ ગઈ હતી.બીજી તરફ,માધાપર બેઠક ઉપર ભાજપ દ્વારા પૃથ્વીસિંહ જાડેજાને મત આપવા માટે વ્હિપ આપવામાં આવ્યો હોવા છતાં ચારેય મતદારોએ રાદડિયા જૂથના માનવામાં આવતા વિજય સખિયાને મત આપતા પૃથ્વીસિંહ જાડેજાનો પરાજય થયો હતો અને વિજય સખિયાની જીત થઈ હતી.
કુવાડવા બેઠક ઉપર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની હાર
આ ચૂંટણીના અન્ય પરિણામોમાં કુવાડવા બેઠક ઉપર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની હાર થઈ છે.જ્યારે આ બેઠક પર નીતિન રૈયાણીનો વિજય મેળવ્યો છે.સહકારી ક્ષેત્રની આ અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓની હાર અને સમીકરણો બદલાતા રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ હારી જતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મતદાન સમયે પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી.
બળવાખોર તરીકે ફોર્મ ભરવામાં આવ્યા હતા
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો મોટો દબદબો જોવા મળ્યો છે.જ્યાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભરનાર બે મહત્વની સીટો પર ભાજપના બળવાખોર ઉમેદવારોની શાનદાર જીત થઈ છે.માધાપર જૂથ બેઠક પર વિજય સખિયા અને કુવાડવા જૂથ બેઠક પર નીતિન ચોવટીયાની જીત થઈ છે. કારણ કે આ બંને સીટો પર રાદડિયા જૂથના ટેકેદારોને મેન્ડેટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ફોર્મ ભરવામાં આવ્યા હતા.
ત્રંબા સીટ પર ટાઈ થતાં ચિઠ્ઠી નાખવામાં આવી હતી
આ ચૂંટણીના અન્ય પરિણામોમાં ત્રંબા સીટ પર ટાઈ થતાં ચિઠ્ઠી નાખવામાં આવી હતી જેમાં નીતિન રામાણીની જીત થઈ હતી.જ્યારે હલેન્ડા બેઠક પર પાર્ટી દ્વારા મેન્ડેટ અપાયેલા મહેશ આસોદરીયા વિજયી બન્યા હતા.ખોખડદડ બેઠકમાં જયેશ રાદડિયા વિરુદ્ધ જૂથના ગણાતા બાબુ નસીતની જીત થઈ હતી, જોકે આ બેઠક પર મતદાન દરમિયાન એક મતદારે મત આપ્યો ન હતો અને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાંચમાંથી ત્રણ બેઠકો પર પક્ષના વ્હિપનો અનાદર થયો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃAhmedabad News: વાહનની નંબર પ્લેટ નહીં હોય અને તેની સાથે ચેડાં કર્યા તો થશે કાર્યવાહી
આ પણ વાંચોઃAhmedabad News: વાહનની નંબર પ્લેટ નહીં હોય અને તેની સાથે ચેડાં કર્યા તો થશે કાર્યવાહી
