વાપીના છીરીમાં સાળાએ બનેવીને ચપ્પુના ઘા મારી પતાવી દીધો પોતાની બહેનની સાથે દૂર વ્યવહાર અને અન્ય સ્ત્રી સાથેના સબંધને લઇ વહેમ રાખી સાળાને બનેવી ઘરના ટેરેસ પર બોલાવી ઘટનાને અંજામ આપ્યો હતો તો પોલીસે કરી આરોપીની ધરપકડ.
ધાબા પર ધુળેટી કરવા બોલાવ્યો અને હત્યા કરી
વાપીમાં ધૂળેટીના પર્વે સાળાએ બનેવીને ધુળેટી કરવા બોલાવી ટેરેસ ઉપર લઈ જઈ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.જેનું કારણ બનેવી તેની બહેનને બિહારમાં લગ્ન કરી આવ્યા બાદ અન્ય યુવતીને લઈને વાપી આવી ગયો હતો.પોતાની બહેન સાથે થયેલ અન્યાયને લઈ સાળો પોતાની બહેનને લઈ વાપી આવ્યા બાદ બનેવીને બોલાવીને સમજાવવા જતા થયેલ બોલાચાલી બાદ સાળાએ ચપ્પુના ઘા મારીને પતાવી દીધો હતો.
આરોપીની કરાઈ ધરપકડ
ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તારમાં આવેલા સાંઈ પૂજા કોમ્પલેક્ષ વિસ્તારમાં 14 મી માર્ચના રોજ રાત્રિ દરમિયાન સાડા નવ વાગ્યાની આસપાસ સાંઈપૂજા કોમ્પલેક્ષમાં ટેરેસ પર હત્યાનો બનાવ બનતા ડુંગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.મરણ જનાર તનીક વિરેન્દ્ર સીંગ ઉર્ફે બબલુ સીંગ જેવો મૂળ બિહારના અને વર્ષોથી વાપીમાં કામ કરે છે.એમની હત્યા કરાઈ હોય બનાવની ગંભીરતાને લઈને ડીવાયએસપી સહિતની તમામ ટીમો કામે લાગી હોય આરોપી પિંકુ દેવીપ્રસાદસિંહ ને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
મૃતક તનીક વિરેન્દ્રસિંહના પત્ની પ્રીતિબેન સાથે બિહારમાં લગ્ન થયા હતા
જે અન્ય એક યુવતી સાથે લગ્ન કરી ત્યાં બંનેને સાથે રાખીને રહેતો હતો.જયારે પિંકુ બહેન ગર્ભવતી પણ હોય એ દરમ્યાન તેનો બનેવી તનિક અન્ય પત્નીને લઇને વાપી આવી રહેતો હોવાની માહિતી મળી રહી હતી.જે સંદર્ભે જેણે પોતાની બહેન સાથે થઇ રહેલા વ્યવહારનો બદલો લેવા માટે અગાઉથી જ પ્લાનિંગ કરીને પોતાની બહેનને તે વાપી લઇ આવ્યો હતો. અને તેના પિતાને ત્યાં રહેવા મૂકી હતી.
પ્રેમ સંબધની શંકાએ કરી હત્યા
પોતાના બનેવીને પતાવી દેવા માટેનો અગાઉથી જ પ્લાન બનાવી રાખ્યો હોય એમ તેણે વાપી બજારમાંથી ચપ્પુ પણ ખરીદી લીધું હતું.અને પીંકુએ બનેવીને હોળી ઉજવાવા માટે બોલાવી લાવી ટેરેસ ઉપર તેઓ પ્રથમ પોતાની બહેન સાથે થઇ રહેલ વ્યવહાર બાબતે વાતચીત કરતા બનેવી અને સાળા વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાઈ ગયેલા સાળાએ તેના બનેવીને શરીરના ભાગે ચપ્પુના ઘા ત્યાં સુધી માર્યા હતા કે ચપ્પુ પણ તૂટી ગયું હતું. જે બાદ ઘટના અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ સમગ્ર બાબતે હાલ તો સાળા પિંકુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.









