અમરેલીમાં બનેવીએ સાળી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે જેમાં ધારીમાં 11 વર્ષીય સાળી પર બનેવીએ દુષ્કર્મ આચરતા તેની સામે ફરિયાદ નોંધી છે તો ચલાલા પોલીસે દુષ્કર્મી બનેવીની કરી ધરપકડ.


[[$googlead]]

દીકરીએ પિતાને જાણ કરતા નોંધાઈ હતી ફરિયાદ

અમરેલીમાં બનેવીએ સાળી પર દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે, દુષ્કર્મ બળજબરીથી આચરવામાં આવતું હોવાની વાત પોલીસની તપાસમાં સામે આવ્યું છે, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે. પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરી છે અને પૂછપરછ કરીને સગીરાને મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી છે, ત્યારે આ ઘટનામાં આગળ શું હકીકત સામે આવે છે તે તપાસ દરમિયાન ખબર પડશે.

[[$alsoread]]

11 વર્ષની સગીરા સાથે બનેવીએ આચર્યું દુષ્કર્મ

ધારીના ચલાલાની 11 વર્ષની સગીરા સાથે બનેવીએ દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે, માતાજીનો માંડવો જોવા ગયેલી સગીરા સાથે બનેવીએ દુષ્કર્મ ગુજાર્યું છે, તો મહત્વની વાત તો એ છે કે સગી બેનને બનેવીની કરતૂત અંગે જાણ કરતા મોટી બહેને સગીરાને મદદ ન કરી અને છેલ્લા સગીરા પર દુષ્કર્મ ગુજારતા સગીરાના પિતાએ દીકરી અને જમાઈ પર નોંધાવી ફરીયાદ, રોહિત મકવાણા નામના આરોપીને ચલાલા પોલીસે ઝડપી પાડ્યો છે.

માતાજીનો માંડવો જોવા ગયેલી સગીરા સાથે બનેવીએ દુષ્કર્મ ગુજાર્યું

વાત એમ છે કે સગીરા માતાજીનો માંડવો જોવા ગઈ હતી તે દરમિયાન આરોપી બનેવી પણ ત્યાં આવ્યો હતો અને તેણે તેની સાળીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યુ છે, સગીરાએ આ વાત તેની બહેનને કરી પણ બહેને પણ તેના પતિને સાથ આપ્યો હતો, ત્યારે સમગ્ર ઘટનામાં સગીરાએ તેના પિતાને આખી વાતનું વર્ણન કર્યુ અને પિતાએ પોલીસને જાણ કરી, પોલીસે બનેવીને બોલાવ્યો તો બનેવીએ કબૂલ્યું કે તેણે તેની સાળી સાથે દુષ્કર્મ આચર્યુ છે.

  • Follow us on: