- સુરતમાં અવાર-નવાર આગ લાગવાની ઘટના સામે આવી
- 10 પ્રવાસી જીવ બચાવી તાબડતોબ નીચે ઉતરી જતા જાનહાની ટળી
- એન્જીનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી
સુરતમાં બીઆરટીએસમાં આગ લાગવાની ધટના અવારનવાર સામે આવી છે. ત્યારે આજે સરથાણા જકાતનાકા પાસે સુરતમાં બીઆરટીએસ બસમા આગ 10 પ્રવાસી જાતે નીચે ઉતરી જતા જાનહાની ટળી છે. આ બસમાં કુલ 10 લોકો જતા હતો તેવોને બસમાં ધુમાડીની ગંધ આવતા તેવા સમય રહેતા બસની નીચે ઊતરીગયા હતા તેથી કોય જાનહાન થઈ નોંહતી.
ગુરૂવારે સવારે સરથાણા જકાતનાકા, નેચર પાર્ક પાસેના બીઆરટીએસ રોડમાં ઊભેલી બીઆરટીએસ બસમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી હતી. બસના આગળના ભાગે એન્જીનમાં ભડકેલી આગ જોઈ ડ્રાઇવર અને 10 પ્રવાસી જીવ બચાવી તાબડતોબ નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
ફાયર ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી
કાપોદ્રા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર વિનોદ રોજીવાડીયાએ જણાવ્યું હતું કે, ગુરૂવારે સવારે નેચર પાર્ક નજીક બીઆરટીએસ બસમાં આગ લાગી હોવાનો કોલ મળતા તેમની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફક્ત વિસેક મિનિટમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. બસનો ડ્રાઇવર અમરસિંહ સોલંકી કોસાડ આવાસથી બસ લઈને નેચર પાર્ક પાસેના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર આવ્યો હતો.

એન્જીનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી
આગળ ઊભેલી બસની પાછળ તેની બસ ઊભી હતી. ત્યારે અચાનક આગળના ભાગે એન્જીનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી. જોત જોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી જતા મોટી દુર્ધટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાન થઈ ન હોતી.