- બજેટને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું
- વિકસિત ભારતના નિર્માણનું બજેટ: CM
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યુ છે, જેમાં વિકસિત ભારતને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને અલગ અલગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો નાણામંત્રીએ કરી છે. ત્યારે બજેટની રજૂઆત બાદ વડાપ્રધાન મોદીએ પણ બજેટને આવકાર્યુ છે અને કહ્યું કે આ બજેટ ગામ, ગરબી અને ખેડૂતોને સમર્પિત બજેટ છે.
વિકસિત ભારતના નિર્માણનું બજેટ: CM ભુપેન્દ્ર પટેલ
ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2024-25ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું છે અને મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના નિર્માણનું બજેટ છે.
ગામ, ગરીબ અને ખેડૂતને સમર્પિત બજેટ: વડાપ્રધાન મોદી
બજેટ 2024ને લઈને પીએમ મોદીએ કહ્યું કે આ બજેટથી મિડલ ક્લાસને મદદ મળશે. આર્થિક વિકાસને ગતિ મળશે. આ બજેટ સમૃદ્ધિ તરફ લઈ જનારુ બજેટ છે. આ બજેટ થકી કરોડો લોકોને રોજગારી મળશે તેમ જણાવ્યું. દરેક વર્ગને બળ આપનારુ બજેટ છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ દેશને નવી ઊંચાઈ પર લઇ જનાર છે. બજેટથી અર્થતંત્રને નવી તાકાત મળશે. તેમજ દરેક વર્ગને લાભ પહોંચાડનાર બજેટ છે. સાથે જ જણાવ્યું કે નાના ઉદ્યોગો માટે બજેટમાં અનેક જોગવાઈ કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત લોકસભામાં દેશનું બજેટ રજૂ કર્યુ
નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત લોકસભામાં દેશનું બજેટ રજૂ કર્યુ છે. આ 2024-25નું સંપૂર્ણ બજેટ છે, જેમાં નાણામંત્રીએ 'વિકસિત ભારત'ની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી છે. સરકારે બજેટની 9 પ્રાથમિકતાઓ નક્કી કરી છે, જેમાં કેન્દ્રમાં ખેડૂતો, રોજગાર અને મધ્યમ વર્ગ છે. આ માટે સરકારે ઘણી નવી યોજનાઓ પણ જાહેર કરી છે.
સ્પેસ ઈન્ડસ્ટ્રીઝ માટે 1000 કરોડની જોગવાઈ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વદેશી સ્પેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં રૂપિયા 1000 કરોડની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું કે આગામી દાયકામાં ભારતીય સ્પેસ ઈકોનોમી પાંચ ગણી વૃદ્ધિ કરશે. આ એક વેન્ચર કેપિટલ ફંડ છે. જેના દ્વારા સ્પેસ ઉદ્યોગમાં રોકાણ કરવામાં આવશે.









