• બિલ્ડીંગ પડતા કાટમાળ નીચે લોકો દટાયા હતા
  • અત્યાર સુધી કુલ 7 મૃતદેહ કાઢવામાં આવ્યા
  • એક જ રૂમમાં રહેતા 5 લોકોના મોત

સુરતમાં ગઈ કાલે બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની હતી જેમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે.7 માંથી 5 મૃતકો મૂળ મધ્યપ્રદેશના વતની છે.આ બાબતે સચિન GIDC પોલીસે બિલ્ડિંગ બનાવનારની પત્ની અને દીકરા સામે ફરિયાદ નોંધી છે,કેમ કે જેમણે બિલ્ડીંગ બનાવ્યુ હતુ તે રસિક કાકડીયાનું મોત થયુ છે.

પરિવારજનો ગુમ છે કે નહી તેની પૂછપરછ કરાઈ

સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું કહેવું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો, જેથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી. અત્યાર સુધીમાં ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈના ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી. નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ ગુમ છે કે કેમ.

લોકોનું રેસ્કયું કરાયું

2017માં બનેલું બિલ્ડિંગ 2024માં તૂટી પડયું. રેસ્ક્યુ માટે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જ્યારે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા. દરમિયાન અંદર લોકો ફસાયેલાની આશંકા રાખીને લાઈવ ડિટેક્ટરથી સર્ચ કરાઈ રહ્યું હતુ. જ્યારે કાટમાળ નીચે કેમેરો નાખીને શોધખોળ કરવામાં આવી છે. સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.

નેતાઓ પહોંચ્યા હતા ઘટના સ્થળે

સૂરત ફાયર વિભાગની ટીમ, પોલીસ અને એનડીઆરએફની ટીમ આ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. સૂરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, સૂરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાની, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ, ભાજપ ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત વિપક્ષના નેતા પાયલ સાકરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

વરસાદના કારણે મકાન ધરાશાયી થયું?

હાલમાં બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ સ્પષ્ટ થયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરિત ઈમારત પડી ગઈ હતી. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, બિલ્ડીંગ ધરાશાયી થયાની માહિતી મળ્યા બાદ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એનડીઆરએફની ટીમ સખત મહેનત કરી રહી છે.

  • Follow us on: