• યોગી આદિત્યનાથ મોરબીના પ્રવાસે
  • વાંકાનેર - કુવાડવા વિધાનસભામાં જંગી સભા
  • મુખ્ય સ્ટેજની બહાર ત્રણ JCB મુકવામાં આવ્યા

મોરબીનાં વાંકાનેરમાં ભાજપનો બુલડોઝ પ્રચાર શરૂ થયો છે. જેમાં બુલડોઝર બાબા યોગી આદિત્યનાથનું બુલડોઝરથી સ્વાગત કરવામાં આવ્યું છે.  તેમજ યોગી આદિત્યનાથનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. તથા યોગી સ્ટાઈલમાં જ વાંકાનેર ભાજપે સ્વાગત કર્યું છે. જેમાં યોગીના સ્વાગત માટે જેસીબી મંગાવવામાં આવ્યા છે. મુખ્ય સ્ટેજની બહાર ત્રણ JCB મુકવામાં આવ્યા છે. જે સ્ટેજથી યોગીજીએ પ્રવેશ લેધો તે ગેટ પર JCB મુકવામાં આવ્યા છે. JCbને ફૂલોથી સજાવી દેવામાં આવ્યા છે.
ભાજપના કાર્યકર્તાએ લોકોના જીવ બચાવવા કામ કર્યુ
ભાજપના જીતુ સોમાણીના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સભા સંબોધન કરતા બુલડોઝર બાબા યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે સમગ્ર દેશ આ ઘટનામાં મોરબી સાથે ઉભો રહ્યો છે. ભાજપના કાર્યકર્તાએ લોકોના જીવ બચાવવા કામ કર્યુ છે. મોરબી પડકારોની સામે ઝઝુમીને ઉભુ થયું છે. આવા પડકારો મોરબી સમક્ષ અનેક વખત આવ્યા છે. તથા 1989માં મચ્છુ દૂર્ઘટનામાંથી મોરબી બહાર આવ્યુ છે. તથા ભૂકંપની અસરમાંથી પણ મોરબી ઉભુ થયુ છે.

કોંગ્રેસ તમારી આસ્થાનું સન્માન કરશે ?
મોરબી દરેક યોદ્વાને પ્રેરણા આપે છે. સરદાર પટેલે આઝાદી બાદ ભારતને એક કર્યુ હતુ. જૂનાગઢ અને હૈદરાબાદને પણ સરદાર સામે ઘુંટણે પડવું પડ્યું હતુ.  20 દેશોનું નેતૃત્વ ભારત કરશે. જેમાં દેશ માટે આ ગૌરવની વાત છે. ગુજરાત મોડલની ચર્ચા દેશ અને દુનિયામાં થાય છે. મોદીજી મુખ્યમંત્રી હતા તે સમયે આ મોડલ બન્યુ છે. કોરોનાને ખતમ કરવા PM મોદીએ અનેક પ્રયોગ કર્યા છે. ફ્રી રાશન, ફ્રી વેક્સિન, ફ્રી સારવાર આપી છે. તેમજ ગુજરાતના સપૂતોનો આઝાદીમાં મહત્વનો ફાળો છે. કોંગ્રેસ રહી હોત તો રામમંદિર બન્યું હોત? તેવા સવાલ પણ સભામાં કર્યા છે. આંતકવાદને જડમૂળથી ખતમ કર્યો છે. કોંગ્રેસ તમારી આસ્થાનું સન્માન કરશે ? કોંગ્રેસ દેશની રક્ષા કરી શકશે ? તેવા મોટા સવાલો પણ કર્યા છે.

[[$googlead]]
  • Follow us on:

[[$alsoread]]