અમદાવાદના સરખેજમાં બે બુટલેગર સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સરખેજ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથધરવામાં આવી છે,બે બુટલેગરોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે,જેમાં સરખેજ પોલીસની હાજરીમાં બુટલેગરોએ કરેલ ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે,ઉદેસિંહ ધીરાવત અને શંકર ધીરાવત સામે કાર્યવાહી કરાઈ છે.
બે બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડી પડાયા
અમદાવાદના સરખેજમાં બે બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે,સરખેજ પોલીસ અને કોર્પોરેશનની ટીમની હાજરીમાં આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે,ઘરની બહાર ગેરકાયદેસર બાંધકામ કર્યુ હતુ તે વાત પોલીસને ધ્યાને આવતા મકાન તોડી પાડવામાં આવ્યા છે,પોલીસના ચોપડે ઉદેસિંહ વિરુદ્ધ 17 અને તેના પરિવાર સભ્યો વિરુદ્ધ 10 ગુના નોંધાયા છે,તો શંકરલાલ વિરુદ્ધ 12 અને પરિવાર વિરુદ્ધ 10 ગુના નોંધાયા છે.બુટલેગર ઘરમાં જ દેશી દારૂનો ધંધો કરતો હોવાની વાત સામે આવી છે.
20 માર્ચ 2025ના રોજ સરખેજ પોલીસે કરી હતી કાર્યવાહી
અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને કોર્પોરેશને કાર્યવાહી કરી હતી,જેમાં ઉજાલા સર્કલ પાસે તંત્રનું મેગા ડિમોલેશન થયું હતુ,સરખેજમાં પાંચ ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દેતા તંત્રએ બુલડોઝર ફેરવી દીધુ હતુ,વેજલપુર મામલતદાર અને AMCની ટીમે સાથે રહીને કામગીરી કરી છે તો સરખેજ પોલીસ બંદોબસ્તમાં લાગી હતી.પોલીસ કાફલાને સાથે રાખી દબાણો દૂર કરાયા હતા.









