ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ગુજરાત સરકારનું બુલડોઝર આરોપીઓના ગેરકાયદેસર મકાનો પર ફરી રહ્યું છે,ગુજરાત પોલીસ કડક બની છે અને જે પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ હોય કે પછી બુટલેગરો હોય અને તેમના મકાનનો ગેરકાયદેસર ભાગ હોય છે તે તોડી પાડવામાં આવે છે,ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં મોટા ભાગના જિલ્લામાં આરોપીના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે.


[[$googlead]]

વાસણા પોલીસે મહિલા બુટલેગરનું ઘર તોડયું

અમદાવાદના વાસણા વિસ્તારમાં ખાનગી રીતે દેશી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર કંચન જયંતીભાઈ હળવાડીયાના ગેરકાયદેસર મકાન પર વાસણા પોલીસે બુલડોઝર ફેરવી નાખ્યું છે,પોલીસને બાતમી મળી હતી કે મહિલા બુટલેગર ખાનગીમાં દારૂનું વેચાણ કરે છે અને ગેરકાયદસર મકાન દારૂ વેચવા માટે બનાવ્યું હતુ અને એ વાતને ધ્યાને રાખીને વાસણા પોલીસે બુલડોઝર ફેરવીને મકાન તોડી પાડયું હતુ,બુટલેગર મહિલા પાસે મકાનના જરૂરી કાગળો પણ હતા નહી તેવી વાત પણ સામે આવી છે.

[[$alsoread]]

અમદાવાદ પોલીસે યોજી ડ્રીંક એન્ડ ડ્રાઈવ ઝુંબેશ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવની ખાસ ઝુંબેશ દરમિયાન 27/03/2025 ના રોજ નશો કરીને વાહન ચલાવતા 61 વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી ધરપકડ કરવામા આવેલ છે.શહેર પોલીસની ડ્રીંક એન્ડ ડ્રાઇવની ખાસ ઝુંબેશ દરમિયાન તારીખ 25, 26,27 એમ ત્રણ દિવસમા કુલ 198 વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી ધરપકડ કરવામા આવેલ છે.બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકાર તરીકે ઓળખ આપી ખંડણી માંગતા ઈસમને અમદાવાદ શહેર બાપુનગર પોલીસે ઝડપી પાડ્યો છે.

  • Follow us on: