જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને લઈ બુલડોઝર ફરી વળ્યું છે,એસપી પ્રેમસુખ ડેલુની હાજરીમાં આ બુલડોધર ફેરવી દેવામાં આવ્યું છે.કુખ્યાત સાયચા બંધુઓની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવી દેતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે,5000 ચોરસ મીટરમાં 11 મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે,પ્રાંત અધિકારી પણ આ કામગીરીમાં હાજર રહ્યાં હતા.

[[$googlead]]

બેડેશ્વર વિસ્તારમાં આજે ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર
બેડીમાં સાયચા બંધુઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા રહેણાંકના બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીમાં જે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, તેમાં મુખ્યત્વે નુરમામદ હાજી સાઈચાનું સર્વે નંબર 62 વાળું 279 ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની અંદાજિત કિંમત 21,37,600 રૂપિયા છે. આ ઉપરાંત નુરમામદ હાજી સાઈચાનું અન્ય એક મકાન સર્વે નંબર 40/1-29-50 વાળું 167 ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની કિંમત 12,800 રૂપિયા દર્શાવવામાં આવી છે. તેમજ ઈસ્માઈલ ઈબ્રાહીમ મોવરનું સર્વે નંબર 40/પૈકી વાળું 65 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 8,32,000 રૂપિયા છે. હાજી હુશેન સાઈચાનું સર્વે નંબર 40/ડી વાળું 65 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત પણ 8,32,000 રૂપિયા છે.

બે મહિના પહેલા પણ બુલડોઝર ફેરવ્યું હતુ
જામનગર શહેરના ઢીચડા રોડ પર આવેલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળનું આજે ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ દ્વારા સરકારી જમીન પરના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને રાજેન્દ્ર દેવધા સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

  • Follow us on: