રાજકોટમાં સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં શાળા તરફથી બાળકોને પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા અને બસના ડ્રાઈવરે નશો કરીને અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે જેના કારણે વાલીઓ અને શાળાના શિક્ષકોમાં ગભરાહટ જોવા મળ્યો છે,આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે.
સ્કૂલ બસચાલકે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત
રાજકોટમાં શાળાના પ્રવાસ દરમિયાન બસના ડ્રાઈવરે નશો કરી અકસ્માત કર્યો હોવાની વાત સામે આવી છે જેમાં ધોરણ 6-7 બાળકો પ્રવાસ ગયા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ડ્રાઈવરે નશો કરીને બાળકોના જીવ તાળવે ચૌંટાવી દીધા હતા,અકસ્માત થતાની સાથે વાલીઓના ટોળા શાળામાં એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી,પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને સમગ્ર ઘટનામાં પૂછપરછ કરી છે.ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.
પોલીસે હાથધરી તપાસ
શાળાના પ્રવાસ દરમિયાન બસ ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે,જેમાં વિદ્યાર્થીઓને અમરેલીના ધારી ખાતે યોજાયેલા પ્રવાસ દરમિયાન ડ્રાઈવર પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની વિગતો સામે આવી છે,ડ્રાઈવરે બેફામ રીતે બસ હંકારીને બાળકોના જીવ તો જોખમમાં મૂકયા અને અકસ્માત પણ સર્જયો છે,હાલમાં ડ્રાઈવરની અટકાયત કરીને પોલીસે બાળકો અને શાળાના સંચાલકોના નિવેદન લીધા છે,આ સમગ્ર ઘટનામા હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.









