ગુજરાતમાં પેટાચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમા કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે, આ પેટા ચૂંટણીને લઈ 19 જૂન યોજાશે મતદાન અને 23 જૂને મત ગણતરી હાથ ધરાશે તેમજ 26 મેથી ફોર્મ ભરવાની શરુઆત થશે. AAPએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 2 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 3 જૂને ફોર્મ ચકાસણી હાથ ધરાશે સાથે સાથે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન છે, કડી બેઠકથી ધારાસભ્યના નિધનથી બેઠક ખાલી હતી અને વિસાવદરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું, રાજીનામું આપી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા.
પેટા ચૂંટણીમાં AAP સાથે કોંગ્રેસ ગઠબંધન નહી કરે
વિસાવદરની ખાલી પડેલી ધારાસભ્યની પેટા ચૂંટણીમાં AAP સાથે કોંગ્રેસ ગઠબંધન નહી કરે,આપ પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરી છે,આગામી સમયમાં બે બેઠકો પર યોજાશે પેટાચૂંટણી,બંને બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે,જેમાં વિસાવદર અને કડી બેઠક પર યોજાશે પેટાચૂંટણી અને કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
ભાજપે હજી ઉમેદવાર જાહેર કર્યા નથી
વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી વિજયી થયા હતા. હાઇકોર્ટમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી. જેની ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોવાથી વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાતી નથી. ત્યારે કુલ ત્રણ અરજી હરેશ ડોબરિયા, મોહિત માલવિયા અને હર્ષદ રીબડીયા દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી પહેલાં મોહિત માલવિયા દ્વારા અરજી પરત ખેંચવામાં આવી હતી. બાદમાં હર્ષદ રીબડીયાએ પણ અરજી પરત ખેંચી છે.
કાયદાકીય ગૂંચને લઈ વિવાદ હતો
વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની જાહેરાત નહી કરવા પાછળ એવું કારણ પણ છે કે 2022માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ચૂંટણી જીતી ગયા હતા.ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં નહી આવી હોવાનું લાગી રહ્યુ છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ધારાસભ્ય બન્યા હતા. ભૂપત ભાયાણીએ 7 હજાર 63 મતે ચૂંટણી જીતી હતી.
બેઠક પર દિગ્ગજો વચ્ચે સંઘર્ષ
વિસાવદર બેઠક પર બે દિગ્ગજો ઘણા સમયતી આમને-સામને હતા. ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દોર જોવા મળ્યો હતો. મૂળ મામલો વિગતો છુપાવવાનો હતો. જેમાં હર્ષદ રીબડીયાનો આક્ષેપ હતો કે ચૂંટણી ફોર્મમાં ભૂપત ભાયાણીએ સાચી વિગતો જણાવી નથી. અને એટલે જ હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાં ફેબ્રુઆરી 2023માં પિટિશન દાખલ કરી ભૂપત ભાયાણીની ચૂંટણીમાં જીત થવા પર સવાલ ઉઠાવ્યા હતા. વિસાવદર બેઠકનો મામલો હાઈકોર્ટમાં હોવાથી આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ન હતી. પરંતુ હવે હર્ષદ રીબડીયાએ પિટીશન પરત લેતા વિસાવદર બેઠક વિધાનસભા ચૂંટણી યોજાશે.









