મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ સીઆઈડી ક્રાઈમ દ્વારા વિવિધ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઈમના પરિક્ષીતા રાઠોડે જણાવ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કંપની શરૂ કરી ગેરરિટી કરી હતી. તેણે અલગ સર્વર ચાલું કર્યું હતું. આ ઘટનાની તપાસમાં એફએસએલની મદદ પણ લેવામાં આવી છે. CID ક્રાઈમે જણાવ્યું કે ઝાલાની સ્કીમમાં 11000 લોકોએ રોકાણ કર્યું છે.
મળતી માહિતી મુજબ, BZ ગ્રૂપ કૌભાંડને લઇ CID ક્રાઇમની તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં પોલીસને મહત્વની કડીઓ મળી છે. તેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક રોકાણકારોના નામ પોલીસ સમક્ષ મુક્યા છે. જેમાં BZ ફાઈનાન્સમાં મોટું રોકાણ કરનાર રોકાણકારોના નામ સામે આવ્યા છે. તેમાં એક કરોડ અને તેથી વધુનું રોકાણ કરનારના નામ પોલીસને મળ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો. તથા ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઈલમાંથી પોલીસને વધુ પૂરાવા મળી શકે છે. તેમજ પોલીસે હજુ સાત બેંક ખાતાની વિગતો મગાવી છે. તેમાં અલગ-અલગ સાત બેંક ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે.
11,000 રોકાણકારોને રોવાનો વારો આવ્યો!
મળતી માહિતી મુજબ, BZ ગ્રૂપ કૌભાંડને લઇ CID ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરીને પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો છે. CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, અલગ અલગ 7 બેંક ખાતામાંથી વ્યવહાર થયા હતા. 11, 000 રોકાણકારોએ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં 95 કરોડ રૂપિયા હજુ લોકોને પરત નથી મળ્યા. BZ ગ્રૂપ કૌભાંડને લઇ અમારી અલગ અલગ ટીમો તપાસમાં લાગી છે.
100થી વધુ લોકોના નિવેદન લીધાઃ પરીક્ષિતા રાઠોડ
BZ ગ્રૂપ કૌભાંડને લઇ CID ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ સાથે અનેક ખુલાસાઓ થયા છે. આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સ્કેમને લઇ 100થી વધુ લોકોના નિવેદન લીધા છે. આ સ્કેમમાં ગુજરાતના અનેક જિલ્લા સહિત અન્ય રાજ્યોમાં પણ BZ ગ્રૂપના એજ્ન્ટો એકના ડબ્બલની રોકાણકારને લાલચ આપીને સ્કેમ કરતા હતા.
100 કરોડથી વધુની મિલકત વસાવી
BZ ફાઈનાન્સમાં મોટું રોકાણ કરનાર રોકાણકારોના નામ સામે આવ્યા છે. તેમાં એક કરોડ અને તેથી વધુનું રોકાણ કરનારના નામ પોલીસને મળ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો. CID ક્રાઇમે જણાવ્યું હતું કે, આ મહાઠગે 100 કરોડથી વધુની મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે. પરિવારના નામે જે સંપત્તિ છે તેની તપાસ ચાલુ છે. આ સાથે ડિજિટલ કરન્સી અંગે તપાસ ચાલે રહી છે તેવું CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું.
એજન્ટોના રોલની તપાસ થશે
CID ક્રાઇમની તપાસમાં BZ ગ્રૂપ કૌભાંડના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટોના રોલની તપાસનો ધમમાટ શરૂ કરવામાં આવશે. CID ક્રાઇમની પ્રેસમાં પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, આ ભૂપેન્દ્ર ઝાલાએ અનેક રોકાણકારોને ફસાવ્યા છે. અનેકવાર BZ ગ્રૂપના એજન્ટો રોકાણકારોને ધમકાવતા હતા અને ફરિયાદ ન કરવા ધાક ધમકી આપતા હતા, જોકે એવા અનેક રોકાણકારો છે જે આ કૌભાંડ અંગે ફરિયાદો નોંધાવી છે. હવે BZ ગ્રૂપના એજન્ટોના રોલની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે એજન્ટોના રોકાણ છે તેમને બોલાવ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવશે.
મહિલા પોલીસ અધિકારી મુદ્દે હજૂ કોઇ પુરાવા નથી
BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાને મદદ કરનાર સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફાર્મ હાઉસમાં જે મહિલા પોલીસ અધિકારી મુદ્દે હજૂ કોઇ પુરાવા નથી મળ્યા તે અંગે CID ક્રાઇમ તપાસ કરી રહી છે.
3 ક્રિકેટરોના રોકાણો પર CID ક્રાઇમની તપાસ
BZ ગ્રૂપ કૌભાંડ અંગે CID ક્રાઇમની તપાસમાં ક્રિકેટરોના રોકાણો પર પરીક્ષિતા રાઠોડનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં રોકાણ કરવામાં 3 નામો જે સામે આવ્યા હતાં એમની તપાસ ચાલુ છે. BZ ગ્રૂપમાં 10 લાખથી વધુનું રોકાણ એક ક્રિકેટરે કર્યું છે. જરૂર પડશે તો એમને પણ તપાસમા બોલાવશે. 10 રોકાણકારોનું 1 - 1 કરોડ જેટલું રોકાણ કર્યું હોવાની વિગતો મળી છે. 6000 કરોડની ફરિયાદ થઇ પણ 450 કરોડનું પગેરૂં મળ્યું છે.
રાજકીય બાબતો ધ્યાને આવશે તો...
પરીક્ષિતા રાઠોડે BZ ગ્રૂપ કૌભાંડ અંગે વધુમાં જણાવ્યું હતું કે, IPS અધિકારીઓના રોકાણ અંગે કોઇ પુરાવા મળ્યા નથી, BZ ગ્રૂપ કૌભાંડ અંગે કોઈ રાજકીય બાબતો ધ્યાને આવેલ નથી. જો કોઇ રાજકીય પરિબળ સપડાયેલ હશે તો તેને સાખી લેવામાં નથી આવે. હાલ ભૂપેન્દ્ર ઝાલા પાસેથી 8 મોબાઇલ મળ્યા છે. આ ઝાલાના કૌભાંડનો પર્દાફાશ થયા ત્યારે વિવિધ રાજ્યોમાં નાસતો ફરતો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક રોકાણકારોના નામ પોલીસ સમક્ષ મુક્યા છે. જેમાં BZ ફાઈનાન્સમાં મોટું રોકાણ કરનાર રોકાણકારોના નામ સામે આવ્યા છે. તેમાં એક કરોડ અને તેથી વધુનું રોકાણ કરનારના નામ પોલીસને મળ્યા છે. BZ ગ્રૂપ કૌભાંડ અંગે CID ક્રાઇમ વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે ઘટના
રાજયમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર આરોપી અને BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઈમનાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી અંદાજે એક મહિનાથી ફરાર આરોપીને ઝડપી લેવાયો હતો. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. માહિતી અનુસાર, CID ક્રાઈમે કુલ 29 મુદ્દાનાં આધારે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને 7 દિવસનાં રિમાન્ડની મંજૂરી આપી છે. માહિતી અનુસાર, આરોપી વતી કોઈ પણ વકીલ હાજર ન રહેતા કોર્ટ કાર્યવાહીમાં વિલંબ થયો હતો. જો કે, કોઈ પણ વકીલ ન આવતા આખરે લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ અપાયા હતા. આથી, હવે રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર આરોપીને વિનામૂલ્યે કાયદાકીય સલાહ મળી રહી હોવાની ચર્ચાઓ પણ થવા લાગી છે. જણાવી દઈએ કે, અગાઉ ધરપકડથી બચવા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ GPID એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.









