- પક્ષને નુકસાન થાય તે પહેલા જાણ કરવા કરી ટકોર
- ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાયઃ પાટીલ
- બધાને ટિકિટ મળે તે શક્ય નથી હોતું : પાટીલ
ભાજપમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યો છે. જેમાં ભાજપમાં આજે કમલમ ખાતે ભાજપ ના તમામ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું. સી. આર. પાટીલ ની અધ્યક્ષતામાં યોજેલ બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી હતી. જેના સાથે જ જણાવ્યું કે, કોઈને પણ તકલીફમાં તત્કાલ મને જાણ કરો.
આ સાથે જ ભાજપના પદાધિકારીઓની બેઠકમાં સૂચના આપવામાં આવી તેમાં તમામ લોકસભા બેઠકો 5 લાખની સરસાઇ થી જીતવાનું આયોજન, બુથ નબળા હોય તો વધુ મજબુત કરવાની સૂચના અને ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકાર ની તકલીફ પડે તો પ્રદેશ કાર્યાલયનો સીધો સંપર્ક કરવાની સૂચના સાથે જિલ્લામાં કોઈ પણ ઉમેદવારો કે કાર્યકર્તાઓએ સાથે સીધા માથાકૂટ માં ઉતરવું નહિ તેવી સૂચના આપવામાં આવી છે.
સી આર પાટીલે કરી ટકોર
જેના સાથે જ બેઠકમાં અધ્યક્ષ સી.આર.પાટીલે ટકોર કરી છેકે, નુકસાન થઇ ગયા બાદ કારણ જાણવામાં કોઇ રસ નથી. તેમજ ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય. જેથી બધાને ટિકિટ મળે તે શક્ય નથી હોતું જે સમજવું જોઇએ. કોઈપણ તકલીફ હોય તો તત્કાલ મને જાણ કરો.
આ સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષે પક્ષને નુકસાન થાય તે પહેલા જાણ કરવા ટકોર કરી અને કહ્યું કે, નુકસાન થઇ ગયા બાદ કારણ જાણવામાં કોઇ રસ નથી. સમર્થકો હશે પણ તમને જે પદ મળે તેમાં સક્ષમ બનો. તેમજ પ્રયાસ પ્રમાણિક હશે તો પાર્ટીને પરિણામ મળશે જ. તેના માટે કામ કરવું પડશે.
લોકસભા બેઠક પર 1-1 દિવસનો પ્રવાસ કરશે
જ્યારે લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 28 માર્ચથી તમામ લોકસભામાં એક એક દિવસનો પ્રવાસ યોજશે તેમાં પણ સંગઠન સાથે બેઠક કરીને માઇક્રો પ્લાનિંગ કરવામાં આવશે. જેના સાથે જ તમામ જિલ્લા સ્તરના પદાધિકારીઓને સૂચના આપવામાં આવી છેકે, તમામ મતદારો ના ઘરે ૩-૩ વખત પહોંચવાનું રહેશે.









