- નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ડિઝાઈનના વલણને તદ્દન અયોગ્ય ગણાવ્યું
- ફાળવેલી બેઠક હાલ ખાલી રાખવાના નિર્દેશ સાથે પક્ષકારોને નોટિસ
- વિદ્યાર્થિનીને પ્રવેશ માટે ફળવેલી બેઠક ખાલી રાખવામાં આવે
વિદ્યાર્થિનીની પ્રવેશ માટે મેરિટમાં આવતી હોવા છતાં તેનો પ્રવેશ રદ કરવાના નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ્ ડિઝાઈન ( એનઆઈડી)ના નિર્ણય સામે થયેલી અરજીમાં હાઈકોર્ટે એનઆઈડી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. હાઈકોર્ટે એનઆઈડીને નિર્દેશ આપ્યો છે કે, વિદ્યાર્થિનીને પ્રવેશ માટે ફળવેલી બેઠક ખાલી રાખવામાં આવે.
હાઈકોર્ટે એએનઆઈડીની ઝાટકણી કાઢતા કહેલુ કે વિદ્યાર્થિનીની જૂની શૈક્ષણિક સંસ્થા દ્વારા ચોક્કસ ફેર્મેટમાં સર્ટિફ્કિેટ ઈસ્યુ કરે નહીં હોવાનુ કારણ આપીને મેરિટમાં આવતા ઉમેદવારનો પ્રવેશ રદ કેવી રીતે કરાયો ? સર્ટિફ્કિેટના ફેર્મેટ અંગે શરતો નક્કી અંગે એનઆઈડી પાસે કોઈ સત્તા નથી. એનઆઈડી દ્વારા દિલ્હી યુનિવર્સિટીને ચોક્કસ તારીખ સાથેના ફેર્મેટમાં સર્ટિફ્કિેટ ઈસ્યુ કરવા માટે ફરજ પાડી ન શકે.










