- NH 48 પર સર્જાઈ દુર્ઘટના
- પારડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
- સારવાર દરમિયાન નિપજ્યું મોત
વલસાડના અતુલ નજીક નેશનલ હાઈવે 48 પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીંથી પસાર થઈ રહેલી એક સ્વિફ્ટ કારે પાણી લેવા જતા 2 યુવકોને અડફેટે લીધા હતા. બંને યુવકોને પારડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યું હતું.
જાણકારી પ્રમાણે આ બનાવ ત્યારે બન્યો જ્યારે આ યુવકો દમણથી ભરૂચ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અતુલ નજીક ટેમ્પો ટ્રાવેલરમાં પંક્ચર પડતા તેને અતુલની નજીક ઊભો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને યુવકો હાઈવેની બીજી બાજુએ પાણી લેવા માટે જઈ રહ્યા હતા. એટલામાં હાઈવે ક્રોસ કરતી વેળાએ વલસાડથી પારડી જઈ રહેલી એક સ્વિફ્ટ કારે બંને યુવાનોને ટક્કર મારી હતી. જેથી બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.













