- હુમલો કરાવનાર સહિતના આરોપીઓને ઝડપી લેવા માંગ કરાઈ
- મોતીપુરા ગામની સીમમાં વકીલ ઉપર હુમલો
મોડાસામાં મોતીપુરા ગામની સીમમાં વકીલ ઉપર હુમલો કરાયો હતો. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હુમલો કરાવનાર સહિતના આરોપીઓને ઝડપી લેવામાં આવે તેવી માંગ સાથે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં વકીલે અરવલ્લી પોલીસવડાને મળી રજૂઆત કરી હતી. હુમલાખોરોને તો પોલીસે ઝડપી લીધા છે પરંતુ રૂપિયા આપી હુમલો કરાવનાર ભિલોડાના શંકર મગન ગુર્જર સહિતના અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવે તેવી માંગ સાથે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વકીલે અરવલ્લી પોલીસવડા સંજય ખરાતને મળી રજૂઆતો કરી હતી. વકીલ જયેન્દ્રભાઈ પ્રજાપતિ ઈજાગ્રસ્ત હાલતમાં એસપી કચેરી સુધી પહોંચ્યા હતા.










