સુરતમાં 118 રત્નકલાકરને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે આ ઘટના બનતા પોલીસથી લઈ સૌ કોઈ દોડતા થયા હતા,આ સમગ્ર ઘટનાને લઇ પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી છે,પાણીમાં ઝેર ભળ્યું છે કે નહીં તે માટે સેમ્પલ લેવામાં આવ્યા છે,તો સમગ્ર મામલે FSLની પણ મદદ લેવાઈ છે અને સેમ્પલના રિપોર્ટના આધારે ગુનો નોંધવામાં આવશે અને સુરત કલેકટર અને મ્યુ.કમિશનરે રિપોર્ટ તૈયાર કરી દીધો છે.


[[$googlead]]

હેલ્થ મિનિસ્ટ્રીએ તાત્કાલિક રિપોર્ટ માંગ્યો હતો

આ સમગ્ર મામલે રાજ્ય સરકારને આજે રિપોર્ટ સોંપી દેવામાં આવશે તેમજ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,અજાણ્યા વ્યક્તિએ પાણીમાં ઝેરી દવા નાખી હતી અને પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં સેલ્ફોસ દવા નાખી હોવાની વાત સામે આવી છે,તો મહત્વની વાત તો એ છે કે,પાણીની ટાંકી માટે આ પાવડર વપરાતો નથી તો ઝેરી પાવડર કેમ પાણીની ટાંકીમાં નંખાયો તેને લઈ સવાલ ઉભા થયા છે.

[[$alsoread]]

2 રત્ન કલાકારો ગંભીર હોવાની જાણકારી

અનાજમાં નાખવાની દવા પાણીમાં ભેળવી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં તમામ અસરગ્રસ્ત રત્નકલાકારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ 2 રત્ન કલાકારો ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

પાણી પીધા બાદ ઝેરી દવાની અસર થઈ

મળતી જાણકારી મુજબ શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડની કંપનીમાં 50થી વધુ રત્નકલાકારોની પાણી પીધા બાદ ઝેરી દવાની અસર થઈ હતી. ત્યારે સારવાર માટે શહેરની કિરણ હોસ્પિટલમાં રત્નકલાકારોને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 2 રત્ન કલાકારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાની જણાવવામાં આવી રહ્યું છે.પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથધરી છે અને આ મામલે હજી વધારે તપાસ ચાલુ છે.

જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે

પાણીની ટાંકીમાં કોઈ અસામાજિક તત્ત્વોએ સેલ્ફોસ નામની દવાની પડીકી નાખી હોવાનું સામે આવ્યું છે. ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી છે. જેથી પાણી પીધા બાદ રત્નકલાકારોને તેની ઝેરી અસર થઈ છે. આ સમગ્ર મામલે સીસીટીવીની ચકાસણી કર્યા બાદ અને ફોરેન્સિક ટીમની મદદથી વધુ તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

  • Follow us on: