સુરતમાં હીરા બજારમાં મંદી વચ્ચે ઉઠામણાંના કેસોમાં વધારો થયો છે,બે વેપારીઓએ અન્ય વેપારી પાસે ઉધારમાં હીરા લીધા અને જયારે રૂપિયાની માંગણી કરવામાં આવી ત્યારે વેપારીને કહ્યું રૂપિયા નથી અને હાથ અધ્ધર કરી નાંખ્યા હતા,તો સમગ્ર મામલે સુરત ઈકો સેલે બે વેપારીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથધરી હતી.


[[$googlead]]

સુરતમાં હીરા લઈ રૂપિયા ચૂકવ્યા વગર રફુચક્કર થયા વેપારી

સુરતમાં હીરા બજારમાં ઉઠામણાંના કેસો વધી રહ્યાં છે ત્યારે મંદીની વચ્ચે બે વેપારી નરેશ ગાબાણી અને કાંતિ ગાબાણીએ એક વેપારી પાસેથી 39.65 લાખના હીરા લીધા અને હીરા લઈ વેપારીને રૂપિયા ચૂકવ્યા ન હતા ત્યારે વેપારીએ રૂપિયા માંગતા તેને પરત ના મળતા તેમણે સુરત ઈકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી તો પોલીસે બે વેપારીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,ઠગ વેપારી તેમની ઓફિસને તાળું મારીને ફરાર થઈ જતા વેપારી ચિંતામાં મૂકાયો હતો.

[[$alsoread]]

હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે

યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.તો રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે રાત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં રત્નકલાકારોની વ્હારે ટેક્સટાઈલ માર્કેટ આવ્યું છે. હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો રત્નકલાકારોની રોજગારી છીનવાઇ ગઇ છે તેવામાં ટેક્સટાઈલમાં 1 લાખથી વધુ કારીગરની જરૂર છે જેને લઇ રત્નકલાકારોને ટેક્સટાઈલ માર્કેટમાં 25થી 45 હજારના પગારમાં રત્નકલાકારને રાખશે.

 

  • Follow us on: