- દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોના હાલ બેહાલ
- સત્વરે દવાનો છંટકાવ નહીં કરાય તો ખેડૂતોને રોવાનો વારો
- પાકોમાં ઈયળોનો ઉપદ્રવ વધતા ખેતીના પાકને નુકશાનની આવી
બનાસકાંઠા જિલ્લામાં જાણે કુદરત રૂઠી હોય તેમ એક પછી એક માર ખેડૂતોને પડી રહો છે. માવઠાં બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે એરંડા, તમાકુ અને બાજરી જેવા પાકોમાં ઈયળોનો ઉપદ્રવ વધતા ખેતીના પાકને નુકશાનની નોબત આવી છે.
દિયોદર અને કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં વર્તમાન સમય એરંડા, તમાકુ અને બાજરીનું વાવેતર કરાયું છે. જેમાં મોટાભાગે વાવેતરમાં ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોના પાકને નુકશાન આવવાની દહેશત ઉભી થઇ છે. જેમાં જગતનો તાત પરેશાન બન્યો છે. આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે, એક બાજુ વાતાવરણ અને કમોસમી માવઠાથી ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ્ હવે આ વિસ્તારમાં ઈયળોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ખેડૂતોએ એરંડા તમાકુ અને બાજરી નું વાવેતર કર્યું છે પણ ઈયળો નો ઉપદ્રવ વધતા પાક નો સફયો થવાની પુરી સંભાવના છે.










