- ધારીના મોરજર ગામનો વીડિયો વાયરલ
- 2 સિંહણ 6 સિંહબાળ સાથે સિંહોની લટાર
- રાહદારીએ સિંહોનો લટારનો વીડિયો કર્યો વાયરલ
અમરેલીમાં સિંહોનો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. જેમાં ધારીના મોરજર ગામનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં 2 સિંહણ 6 સિંહબાળ સાથે સિંહોની લટાર સામે આવી છે. રાહદારીએ સિંહોનો લટારનો વીડિયો વાયરલ કર્યો છે. સિંહોના સામ્રાજ્ય ગણાતા ધારી પંથકમાં સિંહોના વીડિયો વાયરલ થયો છે.
વાહનચાલકે સિંહના ટોળાને મોબાઈલ કેમેરામાં કેદ કર્યો
ધારીના મોરજર ગામની વાડીમાં સિંહણનો પાણી પીતો વીડિયો વાયરલ થયો છે. જેમાં કાળઝાળ ઉનાળામાં સિંહણ પાણી પીવા ખેડૂતની વાડીમાં પહોચી હતી. તેમાં ધારીના અમરેલી માર્ગ પર સિંહનું ટોળું જોવા મળ્યુ છે. 2 સિંહણ 6 સિંહબાળ સાથે રસ્તો ક્રોસ કર્યો છે. તેમાં ધારીથી અમરેલી જતા માર્ગ પર 6 સિંહબાળ સાથે 2 સિંહણનું કેટવોક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. સ્ટેટ હાઇવે પર સિંહણની શાહી સવારી નીકળતા વાહનો થંભી ગયા હતા. વાહનચાલકે સિંહના ટોળાને મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે.
સિંહ રોડ પર આવતા એસ ટી.બસના પૈડા થંભી ગયા
અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહ વસવાટ કરી રહ્યા છે. અવારનવાર સિંહ ગ્રામીણ વિસ્તારની અંદર શિકારની શોધમાં આવે છે. અગાઉ ધારી તાલુકાના સફારી આંબરડી પાર્કના રોડ પર એક સાથે 4થી વધુ સિંહ ધોળા દિવસે લટાર મારતા વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં સિંહ વસવાટ કરે છે. ધારી તાલુકામાં સિંહ પરિવાર અવારનવાર શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં આવે છે. રાતે મોટાભાગે સિંહ શિકારમાં નીકળે છે. સવારેના સમય સફારી પાર્કના મુખ્ય રોડ પર એક સાથે 4થી વધુ સિંહ લટાર મારતા વીડિયો વાયરલ થયો હતો. સિંહ રોડ પર આવતા એસ ટી.બસના પૈડા થંભી ગયા હતા.









