• 2 લાખની લાંચમાં કસ્ટમના ડોક એક્સામીનર અને જામનગર સુપ્રિટેન્ડેન્ટની ધરપકડ
  • કસ્ટમ અધિકારીના ઘરેથી 9.5 લાખ રોકડા મળી આવ્યા
  • આરોપીએ CBIની ફરિયાદીની માંગણી પુરી કરવા અવેજમાં માંગી હતી લાંચ

આજે ઘણા કામ માટે સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય અને ACB અને CBIના ટ્રેપમાં ફસાયા હોય તેવી ઘટના દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં CBIએ કસ્ટમના બે અધિકારીઓને રૂ.2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. CBI દ્વારા કસ્ટમના ઇન્સ્પેક્ટર ડોક એક્સામિનર હાલ જામનગરના સુપ્રિટેન્ડેન્ટ સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કસ્ટમ અધિકારીના ઘરેથી 9.5 લાખ રોકડા મળી આવ્યા

CBIએ કસ્ટમના બે અધિકારીઓને રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ કસ્ટમના ડોક એક્સામિનર અને જામનગર સુપ્રિટેન્ડેન્ટે દ્વારા રૂપિયા 7 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. ઘટનામાં જાણવા મળ્યું છે કે, આરોપીએ CBIની ફરિયાદીની માંગણી પુરી કરવા અવેજમાં લાંચ માંગી હતી. ઘટનાને પગલે CBIએ સમગ્ર મામલે તપાસ કરતા કસ્ટમ અધિકારીના ઘરેથી 9.5 લાખ રોકડા મળી આવ્યા હતા. જેને લઇ CBI દ્વારા કસ્ટમના ઇન્સ્પેક્ટર ડોક એક્સામિનર હાલ જામનગરના સુપ્રિટેન્ડેન્ટ સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

CBIના હાથે લાંચ લેતા અધિકારી ઝડપાયો

CBIએ છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા રંગે હાથે દબોચી પાડ્યો હતો. કસ્ટમ અધિકારીના ઘરેથી 9.50 લાખ પણ મળી આવ્યા છે. જેમાં આરોપીએ CBIની ફરિયાદીની માંગણી પુરી કરવા અવેજમાં લાંચ માંગી હતી CBI દ્વારા કસ્ટમના ઇન્સ્પેક્ટર ડોક એક્સામિનર હાલ જામનગરના સુપ્રિટેન્ડેન્ટ સહિત 2 લોકો ની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમના 2 અધિકારીઓની CBIએ છટકું ગોઠવીને ધરપકડ કરવામાં આવી છે. અધિકારીને ઝડપી લેતા સરકારી અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

  • Follow us on: