• અત્યાર સુધી સિગ્નલ ભંગ માટે જ ઇ-મેમો આવતા

  • હવે કોઇપણ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશો તો પણ આવશે
  • જૂના સીસીટીવી કેમેરા સાથે સોફ્ટવેર લિંક કરી ફોરેન સિસ્ટમ તૈયાર કરાઇ

અત્યાર સુધીમાં શહેરના ચાર રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી સિગ્નલ ભંગ કરતા ચાલકને પોલીસ ઇ-ચલણ ફ્ટકારતી હતી. પરંતુ હવે ટ્રાફ્કિ પોલીસ એક આઈટી કંપની સાથે મળીને ફેરેનની સિસ્ટમ મુજબ, ચાલક લિમિટ કરતા વધુ સ્પીડે વાહન હંકારશે, હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરેલ નહીં હોય તો ટ્રાફિકના સીસીટીવીમાં પકડાઇ જશે. જ્યારબાદ ઇ-ચલણ પણ ટ્રાફ્કિ પોલીસ ઘરે મોકલી આપશે. આ ઉપરાંત પાંચ કરતા વધુ ઇ ચલણ કોઈ ચાલકે ભરેલ નહીં હોય તો ટ્રાફ્કિ પોલીસ કાર ડિટેઇન કરશે. અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં સ્માર્ટ સીટી અંતર્ગત દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા મારફ્તે ટ્રાફ્કિ પોલીસ સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકોને ઇ-ચલણ મોકલીને દંડ વસૂલતી હતી. આ ઉપરાંત અન્ય ટ્રાફ્કિ નિયમન ઉલ્લંઘન માટે ફરિજિયાત ટ્રાફ્કિ પોલીસને રોડ કે ચાર રસ્તા પર ઉભું રહેવું પડે છે. જેના લીધે ટ્રાફ્કિ પોલીસને મોટા પ્રમાણમાં ખર્ચો થાય છે અને કેટલાક કર્મીઓ ચાલકો પાસેથી મેમાના નામે દંડના પૈસા પોતાના ખિસ્સામાં મૂકી દેતા હોય છે.

આવા કિસ્સાઓ અગાઉ સામે આવ્યા છે. જેથી ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીને સરળ, ભ્રષ્ટાચાર રહિત અને લોકોને હેરાનગતિ ના થાય તે રીતે ટ્રાફ્કિ નિયમન થાય તેવી મૌખિક ટકોર કરી હતી. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફ્કિ જેસીપી મયંકસિંહ ચાવડા અને હાઇપરલિંક ઇન્ફેસિસ્ટમ આઈટી કંપનીના સંચાલક હરનીલ ઓઝા દ્વારા જૂના સીસીટીવી કેમેરા સાથે સોફ્ટવેર લિંક કરીને ફેરેન સિસ્ટમની જેમ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેકટ એસજી હાઇવે તેમજ પકવાન ચાર રસ્તાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર ટૂંક સમયમાં શરૂ કરાશે. આ પાયલોટ પ્રોજેકટમાં જો કોઈ ચાલક લિમિટ કરતા વધુ સ્પીડે વાહન હંકારશે, કાર પર ડાર્ક ફ્લ્મિ, સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરેલ ન હોય, વાહનની નંબર પ્લેટ પર લખાણ હશે તો પણ સીસીટીવી મારફતે ઇ ચલણ ચાલકને ટ્રાફ્કિ પોલીસ ઘરે મોકલી આપશે. આ ફેરેન સિસ્ટમથી ટ્રાફ્કિ પોલીસને કરોડો રૂપિયાની બચત થશે.

ઓવરસ્પીડને ડિટેક્ટ કરવા આઠ લાખની કિંમતની સ્પીડગન નિષ્ફળ જતા હવે નવો પ્રયોગ
શહેરના માર્ગો પર બેફમ દોડતા વાહનોને સામે લાલ આંખ કરવા વર્ષ 2014થી 2022 સુધીમાં ટ્રાફ્કિ પોલીસ દ્વારા 8 સ્પીડ ગન લાવવામાં આવી હતી. બાદમાં ગનનો ઉપયોગ કરી રીતે કરવો અન ક્યાં કરવો તેની તાલિમ ટ્રાફ્કિ પોલીસને આપવામાં આવી હતી. આમ છતાં, ટ્રાફ્કિ પોલીસને તેનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. જેથી સ્ટેટ ટ્રાફ્કિ વિભાગ અને પોલીસ દ્વારા મોંઘી સ્પીડ ગન સામે સરળ અને સસ્તો ઉપાય શોધવાનો પ્રયાસ શરૂ કર્યા હતો. આ ઉપાયમાં અમદાવાદ પોલીસ સફ્ળ નીવડી છે.

શહેરના માર્ગ પર સ્પીડ લિમિટ કયા વાહનની કેટલી ?
ટુ વ્હીલર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, થ્રી વ્હીલર 40, ફોર વ્હીલર 60, ટ્રક સહિતના મોટા વ્હીકલ 40


  • Follow us on: