• ઝૂમાં પ્રાણીઓ દત્તક લેવા કોર્પોરેટરની ઉદાસીનતા
  • ફ્રેન્ડ્સ ઓફ ઝૂ અંતર્ગત પ્રાણીઓ દત્તક લેવાય છે
  • “અમદાવાદ ઝૂ” નામની નેવીગેશન એપ બનાવવામાં આવી

વર્લ્ડ વાઈલ્ડ ડેની ઠેરઠેર ઉજવણી થઇ રહી છે. જેમાં અમદાવાદના કાંકરિયામાં પણ વર્લ્ડ વાઈલ્ડ ડેની ઉજવણી થઇ છે. તેમાં કોર્પોરેટરને કાંકરિયા પ્રાણીઓ દત્તક લેવા અપીલ કરવામાં આવી છે. ઝૂમાં પ્રાણીઓ દત્તક લેવા કોર્પોરેટરની ઉદાસીનતા જોવા મળી છે.


[[$googlead]]

[[$alsoread]]

ફ્રેન્ડ્સ ઓફ ઝૂ અંતર્ગત પ્રાણીઓ દત્તક લેવાય છે

ફ્રેન્ડ્સ ઓફ ઝૂ અંતર્ગત પ્રાણીઓ દત્તક લેવાય છે. જેમાં છેલ્લા 1 વર્ષમાં માત્ર 20 જ પ્રાણીઓ દત્તક લેવાયા છે. વર્લ્ડ વાઈલ્ડ ડે ની ઠેરઠેર ઉજવણી થઇ રહી છે જ્યારે બીજી તરફ કાંકરિયા ઝૂમાં પ્રાણી દત્તક લેનારાની સંખ્યા ઘટી છે. અગાઉ કાંકરિયા ઝૂના પ્રાણીઓ દત્તક લેવા સૂચના અપાઈ હતી. તેમાં કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ દત્તક લેવા કોર્પોરેટરની ઉદાસીનતા છે.


“અમદાવાદ ઝૂ” નામની નેવીગેશન એપ બનાવવામાં આવી

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જે પશુ-પક્ષીઓ રાખવામાં આવ્યા છે ત્યાં મુલાકાતીઓ સ્વેચ્છાએ તકલીફ વગર જઈ શકે તે માટે “અમદાવાદ ઝૂ” નામની નેવીગેશન એપ બનાવવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓ જે પણ સ્થળ ઉપર જવા માગતા હોય તે અંગેની તમામ માહિતી ટિકિટ બારી ઉપર QR કોડ સ્કેન કરેલો હશે તે સ્કેન કરતાની સાથે જ તેમને માહિતી મળશે. તેમજ મુલાકાતીઓ મનગમતા પ્રાણીઓ સુધી સરળતાથી પહોંચશે. તથા પશુ પક્ષીઓની રોજની એક્ટિવિટીની વિગત મેળવી શકાશે.

  • Follow us on: