- સર્વાઇકલ કેન્સરના કારણે ભારતમાં 2020માં 77,348 મહિલાઓનાં મોત
- 75 ટકા કિસ્સામાં થર્ડ સ્ટેજમાં જ નિદાન થતાં ઈલાજ કરવો જટિલ બને છે
- સર્વાઈકલ કેન્સર અમદાવાદમાં 1 લાખની વસ્તી પૈકી 16.7 મહિલાઓને અસર કરે
અમદાવાદમાં સ્તન કેન્સર પછી સર્વાઇકલ કેન્સર એ બીજા ક્રમનું સૌથી વધુ વ્યાપક કેન્સર છે અને અમદાવાદીઓમાં સર્વાઈકલ કેન્સરનું વધુ પ્રમાણ જોવા મળે છે. ICMR- NCDIR 2021 NCRP રીપોર્ટના જણાવ્યાનુસાર, સર્વિક્સ યુટેરી એ અમદાવાદમાં મહિલાઓમાં કેન્સરનું બીજું સૌથી વધુ વ્યાપક અસર કરતી જગ્યા છે અને મહિલાઓમાં આ કેન્સર 9.3% છે. સર્વાઈકલ કેન્સર અમદાવાદમાં 1 લાખની વસ્તી પૈકી 16.7 મહિલાઓને અસર કરે છે. આમ, અમદાવાદીઓ સર્વાઈકલ કેન્સરનો વધુ ભોગ બની રહ્યા છે. હ્યુમન પેપિલોમા વાયરસ (HPV)ને કારણે સર્વાઇકલ કેન્સરના રોગને કારણે ભારતમાં 2020ના વર્ષમાં 77,348 મહિલાઓના મોત નીપજ્યા હોવાથી તેને દેશમાં મૃત્યુ માટે કારણભૂત બીજા ક્રમનું સૌથી વધુ કેન્સર ગણવામાં આવે છે. GLO- BOCAN 2020 રિપોર્ટ અનુસાર, ભારતમાં તમામ કેન્સરમાં સર્વાઇકલ કેન્સરનો 9.4% હિસ્સો છે, જે ફ્ફ્સાના કેન્સર (5.5%) કરતા પણ વધુ છે. 2020 માં મહિલાઓમાં થતા કેસોમાં સર્વાઇકલ કેન્સર 18.3% હિસ્સો ધરાવે છે.
ગાયની ઓન્કોલોજીના નિષ્ણાંતના જણાવ્યાનુસાર, દર વર્ષે સમગ્ર વિશ્વમાં નોંધાતા સર્વાઇકલ કેન્સરના 5.5 લાખ કેસો પૈકી ચોથા ભાગ સર્વાઈકલ કેન્સરના કેસ ભારતમાં જોવા મળે છે. ભારતમાં જોવા મળતા સર્વાઈકલ કેન્સરના કેસો પૈકી 75% દર્દીઓનું ત્રીજ તબક્કાના પરીક્ષણમાં જ નિદાન થઈ શકે છે અને તેનો ઈલાજ કરવો ખૂબ જ મુશ્કેલ બને છે. જો સર્વાઈકલ કેન્સરનું વહેલું એટલેકે પ્રારંભિક તબક્કામાં નિદાન થઈ શકે તો તેનો ઈલાજ થઈ શકે છે અને તેને અટકાવી શકાય છે. મોટાભાગે જાતીય સંભોગ દ્વારા HPVનુંપ્રસારિત થતો હોવાથી આપણે 12થી 14 વર્ષની થાય સુધીમાં છોકરીઓને રસી આપવી જરૂરી છે.










