દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે દર વર્ષેની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન આયોજિત ચૈત્રી નવરાત્રિની ધામધૂમપૂર્વકથી ઉજવણી કરવામાં આવે છે વર્ષો જૂની પરંપરા મુજબ ભક્તિ ભાવ પુર્વક માતાજીની આરાધના કરવામાં આવે છે મહિલાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી માં જગદંબા માતાજીની આરાધના કરાઇ છે.


[[$googlead]]

ગરબા રમીને કરાઈ ઉજવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના સલાયામાં છેલ્લા 15 વર્ષથી વર્ષો જૂની પરંપરાગત રીતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે આસો નવરાત્રિ મુજબ જ માતાજીની સ્થાપના કરાઈ છે અને માંડવીમાં માતાજીનો ગરબો મૂકી માં જગદંબાની આરાધના કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રિમાં ગરબીનું સંચાલન ફક્ત બહેનો દ્વારા કરવામાં આવે છે જેમાં 150 જેટલી બહેનો માતાજીની આરાધના કરીને રાસ ગરબાની રમઝટ બોલાવી ગરબે ઘૂમે છે સલાયામાં ચૈત્રી નવરાત્રિની ઉજવણી છેલ્લા 15 વર્ષથી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે જેમાં વર્ષો જૂની પરંપરાગત રીતે ચાલતી આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન દરરોજ મહિલાઓ મુક્ત મને રાસ ગરબા રમી માતાજીની આરાધના કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવે છે જેને સમસ્ત હિન્દુ સમાજ આ આયોજનને આવકારે છે અને માતાજીની આરાધના ખુબ ભાવ પૂર્વક અને હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઇ છે.

[[$alsoread]]

  • Follow us on: