• અંબાજીમાં 24 કલાક 'જય અંબે'ની અખંડ ધૂન ચાલશે

  • નવ દિવસ ઉપાસના બાદ રામનવમીના દિવસે યજ્ઞ યોજાશે
  • આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.અંબાજીમાં નવ દિવસ માઈ ભક્તો ભક્તિમાં લીન બનશે તો વળી માં અંબાના સન્મુખ 24 કલાક જય જય અંબેની અવિરત ધૂનનો પણ આજથી પ્રારંભ થશે અંબાજી મંદિરમાં પવિત્રતા પૂર્વક ઘટસ્થાપન કરવામાં આવશે ચૈત્ર સુદ એકમ બુધવાર તારીખ 22-3-2023 ના સવારે 8:30 થી 9:30 કલાકે વિધિ વિધાન પૂર્વક ઘટસ્થાપન વિધિ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ માતાજીના મંદિરોમાં વિશેષ શણગાર સાથે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થશે. ગાયત્રી પરિવાર દ્વારા સવારે 6:45 કલાક ના શુભ મુહૂર્ત ગાયત્રી પરિવારના ભાવિકો ઘટ સ્થાપન કરી અનુષ્ઠાનો પ્રારંભ કરશે. નવ દિવસ સુધી ઉપાસના કરી રામનવમીના દિવસે યજ્ઞની સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે.

ગુડીપડવો,ચેટીચંડનું પર્વ હર્ષભેર મનાવાશે

ચૈત્ર સુદ એકમના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા નવા વર્ષનો પ્રારંભ ગુડીપાંડવો તેમજ સિંધી સમુદાયના ઇષ્ટદેવ ઝુલેલાલની જન્મ જયંતી ચેટીચંડની પણ ભાવપૂર્વક ઉજવણી ઠેરઠેર થતી હોય છે.


  • Follow us on: