- ભાજપના આગેવાનોને કોંગ્રેસ નેતાની ચેલેન્જ
- પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે ભાજપને આપી ચેલેન્જ
- જે હિસાબ કરવો તેના માટે તૈયારઃ પુંજા વંશ
ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના વિવાદિત નિવેદનને લઈ કોંગ્રેસ નેતા પુંજા વંશે વળતો પ્રહાર કર્યો છે.પુંજા વંશે કહ્યું કે,હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમયે જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી ને કહો સામસામે બેસી ને હિસાબ કરવા માટે તૈયાર છું,કોણ ક્યાં છે એની ખબર પડી જશે,કોંગ્રેસના આભાર દર્શન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ભાજપને આપી ચેલેન્જ.
ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ આપ્યું હતું વિવાદિત નિવેદન
તાજેતરમાં પૂરી થયેલી લોકસભાની ચૂંટણી જીતી સતત ત્રીજી વાર સાંસદ બનેલા જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ફરી વિવાદમાં આવ્યા છે. અગાઉ પણ તેઓ વિવાદમાં ફસાઈ ચૂક્યા છે. સાંસદ રાજેશ ચુડાસમાએ એક જાહેરસભામાં એવું નિવેદન આપ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં જે લોકો મને નડયા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ હું તેમને છોડવાનો નથી.

સાંસદ અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે તેમની બીજી ટર્મ દરમિયાન વેરાવળના ડો.અતુલ ચગે આત્મહત્યા કરી લીધી હતી અને તેમના આ પગલાં માટે રાજેશ ચુડાસમા અને તેમના પિતા જવાબદાર હોવાનો સંકેત આપ્યો હતો. આ કેસમાં ચુડાસમાનું નામ સંડોવાતા તેમને ત્રીજી વાર ઉમેદવારી મળશે કે કેમ તેવા સવાલો ઊભા થયા હતા, પરંતુ પક્ષે તેમને ઉમેદવારી આપી અને તેઓ કૉંગ્રેસના હીરાભાઈ જોટવા સામે 1.35 લાખ મતની સરસાઈથી જીતી ગયા.
કોંગ્રેસના વાકપ્રહાર
ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું આ નિવેદન કોઈ પણ દૃષ્ટિએ ક્યારેય પણ સ્વીકારવા યોગ્ય નથી. આ પ્રતિભાવ કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા એ આપ્યો હતો. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પણ રાજેશ ચુડાસમાના આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતુ. પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ આવી ટપોરી ભાષામાં વાત કરે તે ક્યારેય સ્વીકાર્ય નથી. ચૂંટણીમાં હાર કે જીત થતી હોય છે, ક્યારેક વધુ તો ક્યારેક ઓછા મત પણ મળતા હોય છે પરંતુ આ રીતે ધમકીની ભાષામાં વાત કરીને જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યારેય લોકશાહીમાં સાચું ઉદાહરણ બની ન શકે.









