• રાજ્યમાં ચાંદીપુરાના કુલ 127 શંકાસ્પદ કેસ
  • સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ

ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 127 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 48 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 42 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર

  • રાજ્યમાં ચાંદીપુરાના કુલ 127 શંકાસ્પદ કેસ
  • સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ
  • ચાંદીપુરાના કારણે રાજ્યમાં 48 મોત થયા
  • હોસ્પિટલમાં 42 દર્દીઓ હાલ સારવાર હેઠળ
  • રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયા

ક્યા શહેરમાં ચાંદીપુરાના કેટલા કેસ?

રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 127 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા 12, અરવલ્લી- 7, મહીસાગર 2, ખેડા 6, મહેસાણા 7, રાજકોટ 5, સુરેન્દ્રનગર 5, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-6, પંચમહાલ-15, જામનગર-6, મોરબી-5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 3, વડોદરા 6, નર્મદા 2, બનાસકાંઠા 5, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 3, સુરત કોર્પોરશન 2, ભરૂચ 3, અમદાવાદ 1 તેમજ જામનગર કોર્પોરેશન 1 શંકાસ્પદ કેસો નોંધાયા છે.

શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ

સાબરકાંઠા 6, અરવલ્લી 3, મહીસાગર 1, ખેડા 3, મહેસાણા 4, રાજકોટ 1, સુરેન્દ્રનગર 1, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 1, પંચમહાલ 6, જામનગર અને મોરબીમાં 1-1 કેસ, દાહોદ 2, વડોદરા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા, સુરત કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશન સહિત કચ્છ જિલ્લામાંથી 1-1 કેસ નોંધાયા છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ-39 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 42 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 37 દર્દીઓને રજા આપવામાં આવી છે.

અન્ય રાજ્યોની સ્થિતિ શું છે?

રાજસ્થાનમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 6 કેસો નોંધાયા છે. જેમાં 4 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ 2 બાળકનું મોત નીપજ્યું છે. મધ્ય પ્રદેશના 4 કેસો જેમા 3 દર્દીઓ સારવાર હેઠળ અને 1 બાળકે જીવ ગુમાવ્યો છે. તેમજ મહારાષ્ટ્રનો 1 કેસ જેમાં 1 દર્દી સારવાર હેઠળ છે.

  • Follow us on: