- 5માંથી 1નું મોત, 3 સારવાર હેઠળ, 1 સ્વસ્થ
- ગળતેશ્વર, મહુધા, મહેમદાવાદમાં કેસ નોંધાયા
- આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. જેમાં ખેડા જિલ્લામાં ચાંદીપુરના શંકાસ્પદ 5 કેસ સામે આવ્યા છે. તેમાં 5 માંથી 1નું મોત થયુ છે. તેમજ 3 સારવાર હેઠળ છે તથા 1 સ્વસ્થ છે. ગળતેશ્વર, મહુધા, મહેમદાવાદમાં કેસ નોંધાયા છે. તેમજ ભાવસીપુરામાં 17 ઘરો, 69 લોકોના સેમ્પલ લેવાયા છે. તથા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો છે.
જિલ્લામાં ચાંદીપુરા વાયરસે કેહર મચાવ્યો
જિલ્લામાં ચાંદીપુરા વાયરસે કેહર મચાવ્યો છે. જેમાં જિલ્લામાં આજે વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી એક બાળકનું ચાંદીપુરાના કારણે શંકાસ્પદ મૃત્ય નિપજ્યું છે. જિલ્લામાં ગળતેશ્વર , મહુધા અને મહેમદાવાદમાં ચંડીપુરાનો કેસ નોંધાયો છે. મહેમદાવાદના પથાવત ગામમાં ચાર વર્ષીય બાળકને ચાંદીપુરાના લક્ષણો દેખાયા છે. ચાંદીપૂરાના લક્ષણો દેખાતા હલધરવાસ CHC સારવાર માટે લાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ ફોંગીગ કરવામાં આવ્યું
આરોગ્ય વિભાગ દ્વારા ભાવસીપુરા વિસ્તારમાં આવેલ 17 ઘરો અને 69 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ ફોંગીગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા છે. જેમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધીને 71 થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 27 દર્દીઓના મોત થયા છે. તેમાં સૌથી વધુ 11 કેસ પંચમહાલમાં નોંધાયા છે. હાલમાં કુલ 41 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
અરવલ્લીમાં 4 કેસ નોંધાયા, 2ના મોત તેમજ મહીસાગરમાં 2 કેસ
અરવલ્લીમાં 4 કેસ નોંધાયા, 2ના મોત તેમજ મહીસાગરમાં 2, ખેડામાં 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 4 કેસ, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ રાજકોટ 3 કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ અમદાવાદમાં 4 કેસ, 3 દર્દીઓના મોત થયા છે. તેમજ ગાંધીનગરમાં 7 કેસ, 1 દર્દીનું મોત થયુ છે. તેમજ પંચમહાલમાં 11 કેસ, 4 દર્દીઓના મોત થયા છે. જામનગરમાં 5 કેસ, છોટાઉદેપુરમાં 2 કેસ તેમજ મોરબીમાં 4 કેસ, 3 દર્દીઓના મોત થયા છે. દોહાદમાં 2 કેસ, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ વડોદરામાં 2, નર્મદામાં 1 કેસ સામે આવ્યો છે.