- જંત્રીના દર બમણાં કરવાના નિર્ણયને પડકારતી પિટિશનમાં જવાબ
- વિવિધ સંગઠનો, મંડળો, લોકોની રજૂઆતોના આધારે જ નિર્ણય
- પિટિશનમાં કયા મુદ્દા ઉઠાવાયા
રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતોના જંત્રીના દર હાલના દર કરતા બમણાં કરતા જાહેર કરાયેલા વિવાદીત જાહેરનામાને પડકારતી પિટિશનની સુનાવણીમાં ગુજરાત સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરી બચાવ રજૂ કરાયો હતો કે, જંત્રી દરોમાં ફ્ેરફર કે સુધારો એ સરકારનો નીતિ વિષયક અને જનહિતને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. વળી, વિવિધ સંગઠનો, મંડળો અને લોકોની રજૂઆત મળ્યા બાદ જ સરકારે તેને ધ્યાનમાં લઇને ગુજરાત સ્ટેમ્પ રૂલ્સની રૂલ-5(4) અન્વયે કાયદાનુસાર જ જંત્રી દરોમાં સુધારો કર્યો છે, તેમાં કોઇ ખોટુ થયુ નથી. હાઇકોર્ટે સરકારનું સોગંદનામું રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં નિવૃત કરી છે.
રાજય સરકારના મહેસૂલ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી(સ્ટેમ્પ) તરફ્થી સોંગદનામું રજૂ કરી જણાવાયું હતું કે, અરજદાર એસોસીએશનને આ પ્રકારની અરજી કરવાનો કોઇ અધિકાર જ નથી. વળી, અરજદારે જે મુદ્દા ઉઠાવ્યા છે, તે જાહેર હિતની અરજીના છે, તેથી અરજદારે જાહેર હિતની અરજી દાખલ કરવી જોઇએ. હાલની અરજી ટકી શકે તેમ નથી. સ્થાવર મિલકતોના બજાર ભાવમાં નોંધાયેલા વધારાને પગલે ગુજરાત સ્ટેમ્પ(ડિટરમીનેશન ઓફ્ માર્કેટ વેલ્યુ ઓફ્ પ્રોપર્ટી) રૂલ્સ-1984ની રૂલ-5(4) અન્વયે જંત્રી દરમાં સુધારો કરવાનો નિર્ણય લેવાયો છે.










