• અકસ્માતમાં ઘાયલ જય ચૌહાણ હજુ બેભાન અવસ્થામાં, નિવેદન બાદ રિપોર્ટ

  • સરકારી વકીલ ચોથી ઓક્ટોબરે પુરાવાનું લિસ્ટ રજૂ કર્યા બાદ ચાર્જફ્રેમ
  • ટ્રાફીક પોલીસ દ્વારા ઝડપી કેસ ચલાવવા માટે આરોપીઓ સામે સાત દિવસના ચાર્જશીટ રજૂ

ઇસ્કોન બ્રીજ પર ગમખ્વાર અકસ્માત સર્જી એક સાથે નવ જણાંનો ભોગ લેનાર તથ્યકાંડ કેસમાં ટ્રાફીક પોલીસે આજે મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વધુ તપાસનો રિપોર્ટ રજૂ કરીને તપાસ હવે પૂર્ણ થયાનું જણાવ્યુ છે. જો કે, અકસ્માતમાં ઘાયલ થયેલ જય ભાઈલાલભાઈ ચૌહાણ હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તે સંપૂર્ણ ભાનમાં આવેથી તેનું વધુ નિવેદન લઈ રિપોર્ટ રજૂ કરવા માટે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યુ છે. બીજી તરફ્ મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદી આગામી 4થી ઓકટોબરના રોજ આ કેસમાં આરોપીઓ સામે પુરાવાનું લીસ્ટ રજૂ કરશે. ત્યારબાદ બન્ને આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ટ્રાફીક પોલીસ દ્વારા ઝડપી કેસ ચલાવવા માટે આરોપીઓ સામે સાત દિવસના ચાર્જશીટ રજૂ કર્યુ હતુ ,પરંતુ ચાર્જશીટ દાખલ થયાના બે માસથી વધુ સમય થયો હોવા છતા હજુ સુધી તપાસ ચાલુ હોવાથી કેસમાં પુરાવાનું લીસ્ટ રજૂ થઈ શકયુ નહોતુ. ટ્રાફીક પોલીસ દ્વારા તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામે કુલ 1684 પાનાનું ચાર્જશીટ 27મી જુલાઈના રોજ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કર્યુ હતું. અમદાવાદ પોલીસ દ્વારા નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરૂદ્ધ 191 સાક્ષીઓ સહિતના પુરાવા સાથેનું ચાર્જશીટ ફાઈલ કર્યુ હતુ. પોલીસ દ્વારા આ કેસમાં આઠ સાક્ષીઓના કલમ-164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનો પણ ચાર્જશીટમાં રજૂ કર્યા હતા. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા ઝડપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મુખ્ય સરકારી વકીલે આજે કોર્ટમાં સીઆરપીસીની કલમ 173 (8)ની તપાસનો રિપોર્ટ રજૂ કરીને તપાસ પુરી થઈ ગયાનું જાહેર કર્યુ છે.


  • Follow us on: