• વન વિભાગે દીપડાને રેસક્યૂ કરી પિંજરામાં પૂરીને બહાર કાઢયો

  • ચોમાસામાં દીપડો માનવ વસતીમાં આવ્યો હોય તેવો પહેલો બનાવ
  • રાત્રીના સમયે દીપડો ખાબકતા ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના તાલુકાના આંબાલગ ગામના એક કૂવામાં રાત્રીના સમયે દીપડો ખાબકતા ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી.

છોટાઉદેપુર જિલ્લામાં દીપડાની નોંધપાત્ર સંખ્યા જોવા મળે છે. ઉનાળાના સમયમાં પાણી અને ખોરાકમાં દીપડા માનવ વસતી તરફ્ આવી જવાની ઘટના સામાન્ય બની છે. પરંતુ ચોમાસમાં દીપડો બહાર આવી જવાની ઘટના સામે આવી છે. તાલુકાના આંબાલગ ગામના મોટા ફળિયામાં ભિમસિંગ દામન રાઠવાના ખેતરમાં કૂવો આવેલો છે. ગત રાત્રીના સમયે દીપડો શિકારની શોધમાં ફ્રતા ફ્રતા ભીમસિંગના ખેતરના કૂવામાં ખાબક્યો હતો, જેની જાણ ખેતર માલિક ભિમસિંગને સવારે થઈ હતી. તેઓએ ગામ સરપંચને તથા વન વિભાગને જાણ કરી હતી. કૂવામાં પડેલા દીપડાની જાણ પંથકમાં થતા મોટી સંખ્યામાં લોકો દીપડાને જોવા ઊમટી પડયા હતા. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પીંજરાનો દરવાજો ખુલ્લો રાખીને કૂવામાં ઉતારાયું હતુ, પીંજરું કૂવામાં ઉતારતા દીપડો પિંજરામાં આવી ગયો હતો. અને પીંજરું બંધ કરીને દીપડાને પીંજરા સાથે બે કલાકની જહેમત બાદ કૂવામાંથી બહાર કાઢયો હતો. દીપડો ગામમાં આવી જવાથી અને કૂવામાં ખાબકતા ગ્રામજનોમાં ભય જોવા મળી થયો છે. પરંતુ દીપડો પિંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.


  • Follow us on: