સાપુતારા ખાતે રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં છોટાઉદેપુરના ખેલાડીઓએ સિલ્વર બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જેમાં મૂળ અમદાવાદની રહેવાસી અને છોટાઉદેપુરમાં અભ્યાસ કરતી યુતિ મુન્શીએ ઓવરઓલ સિલ્વર મેડલ અને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી માતા પિતા તથા શાળાનું નામ રોશન કર્યું છે.
ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધા સાપુતારા ખાતે તા.3 થી 4 મે-25 દરમિયાન યોજાઇ હતી. જેમાં ઇન સ્કૂલ યોજના અંતર્ગત એસ એફ્ હાઇસ્કૂલ છોટાઉદેપુર ખાતે આર્ચરી કોચ દિનેશ ભીલના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ લીધી હોય જેવા અં-14 ના 4 ખેલાડી રાજ્યકક્ષાએ વિજેતા થયા છે. જેમાં છોટાઉદેપુર સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતી યુતિ ચિરાગ મુન્શીને ઓવર ઓલ સિલ્વર મેડલ અને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. દેસાઈ હેતવી કમલને ઓવરઓલ બ્રોન્ઝ મેડલ અને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ, યુનાઇટેડ પબ્લિક સ્કૂલના રાઠવા પ્રાચીબેન ચુનિયાને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જ્યારે સનરાઈઝ સ્કૂલના દેસાઈ સમર્થ વિષ્ણુકુમારને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. જે વિજેતા ખેલાડીઓએ છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે.










