દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવાતા ગંગાદશાહરા પર્વના 9 માં દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક ઉચ્ચ પદાધિકારીઓ, અગ્રણી તેમજ સંતો મહંતોએ પુજન અર્ચન સહિત મહાઆરતીનો લાભ લીધો હતો. સનાતન હિંદુધર્મમાં ઉજવાતા પ્રત્યેક તહેવારોમાં પૌરાણિક પરંપરા સાથે સવિશેષ ધાર્મિક મહાત્મ્ય સંકળાયેલું હોય છે. વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પ્રતિવર્ષ ઉજવાતું દસ દિવસીય ગંગાદશાહરા પર્વ પણ પૌરાણિક પરંપરા અને ધર્મિક મહાત્મ્ય સાથે ઉજવાય છે. 27 મે થી પ્રારંભ થયો ત્યારથી મહોત્સવમાં સેકડો શ્રદ્ધાળુઓ, સંતગણ સહિત મહાનુભાવો પ્રતિદિન પધારી રહ્યાં છે. ત્યારે આ મહોત્સવના નવમા દિવસે સંધ્યાકાળે પૂજન અર્ચન સહિત મહાઆરતી એનો પુણ્ય લાભ લેવા સંઘ પ્રચારક અને ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્ય શૈલેષ મહેતા, ભાજપ જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ, વડોદરા જિલ્લા પૂર્વ કલેકટર એબી ગોર,1008 મહામંડલેશ્વર શૈલેષાનંદ વેદપાઠીજી, વિદ્યાભારતી ગુજરાત સંગઠન મંત્રી મહેશ પતંગે, જનજાતિ કલ્યાણ આશ્રામ ગુજરાત-રાજસ્થાન સંગઠન મંત્રી વિપુલ પટેલ, મુખ્ય માર્ગ આયામ ગુજરાત રાજ્ય અશોક પટેલ, વડોદરા વિભાગ પ્રચારક વિજય પરમાર, વડોદરા જિલ્લા કાર્યવાહ સંજય પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ખીચો ખીચ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ નર્મદે હર..ગંગે હરના નાદ થી ગુંજી ઉઠયો હતો.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









