- ગેરકાયદે રેતી ખનનને કારણે છોટાઉદેપુર નગરમાં ઉદભવેલી પાણીની સમસ્યા
- કાયદાના લીરેલીરા ઉડાડતા માત્ર ચાર ટ્રેક્ટર ઝડપીને સંતોષ માનતું તંત્ર
- રેત ખનન રોકવા પાલિકા દ્વારા ખોદી નખાયેલા રસ્તા માફિયાઓએ પુનઃ બનાવી દીધા છે.
છોટાઉદેપુર નગરપાલિકા વોટર વર્ક્સની આસપાસ થતું રેતીનું ખોદકામના ત્રાસથી પાલિકા દ્વારા નદીમાં રસ્તા ખોદી કાઢવામાં આવ્યા હતા. જ રસ્તા માફિયાઓ દ્વારા પુનઃ બનાવી દેવામાં આવ્યા છે.
છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાં ઓરસંગ નદીમાં બેફમ રેતી ખનન થઈ રહ્યું છે. જ્યાં લીઝો ફળવેલી નથી ત્યાં અને ગેરકાયદે ટ્રેક્ટર દ્વારા રાત્રીના સમયે બેફમ રેતી ભરાઈને બહાર જાય છે. જ્યારે ઘણી જગ્યાએ હિટાચી મશીન જ નદીમાં ઉતારી દેવાય છે. થોડા સમય અગાઉ રેતી માફ્યિાઓ દ્વારા ગ્રૂપ બનાવ્યા હતા. જેમાં અધિકારીઓની રેકી કરતા માફ્યિાઓ ઉપર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. કાયદાનું ભાન ભૂલેલા આ રેતી માફ્યિાઓ કોના સહારે અને કોની હુંફ્થી આ ગેરકાયદે પ્રવૃતિ ચલાવી રહ્યા છે. તેની શંકાઓ પ્રજામાં ઘર કરતી જાય છે.
પરંતુ આ ગેરકાયદે ખોદકામ અટકાવવા તંત્ર નિષ્ફ્ળ હોય તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુર નગર પાલિકા વોટર વર્કસની આસપાસ ગેરકાયદે રેતી ખનનને કારણે દર વર્ષે પાણીના સ્તર ઊંડા ઊતરી જાય છે જ્યારે પ્રજાને પૂરતું પાણી મળતું નથી અને બહારથી વેચાતું મંગાવવાનો વારો આવ્યો છે આ રેતી માફ્યિાઓના ત્રાસને કારણે નદીમાંથી જે ટ્રેક્ટર ઓ ઉતરીને રેતી ભરવા જાય છે. રેતી ચોરી જાય છે. તેઓને અટકાવવા માટે નગર પાલિકા દ્વારા ટ્રેક્ટરોના નદીમાં રસ્તા ખોદી કાઢવામાં આવ્યા હતા. જે ખોદેલ ખાડા ભરી દેવામાં આવ્યા છે હાલ પુનઃ રસ્તો શરૂ થયો છે.
છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં નગરપાલિકા સંચાલિત બે વોટર વર્કસ આવેલા છે. જે વોટર વર્ક છોટાઉદેપુર નગરની 35,000ની વસ્તીને પાણી પૂરું પાડે છે. જેની ફ્રતે આજથી પંદર વર્ષ પહેલાં રેતીના થર જોવા મળતા હતા. જે હાલ જોવા મળતા નથી. બેફમ ગેરકાયદે રેતી કાનનને કારણે આ પાણીના સ્તર પણ ઊંડા ઉતરી જાય છે. જેથી અગાઉના સમયમાં મે માસ સુધી નદીમાં પાણી રહેતું હતું. જે હવે માર્ચ માસમાં જ સમાપ્ત થઈ જાય છે. નગરની જનતાને પાણીની તકલીફ્નો સામનો કરવો પડે છે. જ્યારે ગેરકાયદે રેતી ખોદકામને લીધે વારી ગૃહની ચેનલોને પણ નુકસાન થાય છે. જ્યારે નગરપાલિકાએ હાફેશ્વરથી પાણી વેચાતું મંગાવવાનો વારો આવે છે.
રસ્તા ઉપરના ખાડા કોણે પૂર્યા તે તપાસનો વિષય
છોટાઉદેપુર ઓરસંગ નદીમાં રેતી માફ્યિાઓના ત્રાસ ને કારણે નગરપાલિકા દ્વારા જ્યાંથી ટ્રેક્ટર નદીમાં પ્રવેશે છે છે તે જગ્યા ઉપર જેસીબી મશીન વડે ખાડા ખોદી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જે પુનઃ ખાડા પુરી શરૂ થઈ ગયો છે. આ ખાડા કોને પૂર્યા એ તપાસનો વિષય છે. પરંતુ આ રેતી ચોરોને કાયમી અટકાવવા જોઈએ તેવી પ્રજાની પણ માંગ ઉઠી છે. પરંતુ જ્યાં આભ જ ફટલું હોય ત્યાં ક્યાં થીગડા મારવા તેઓ ઘાટ છે.
કાયદાના ડર વગર કરાતું ગેરકાયદે ખનન
છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં ઓરસંગ તથા અન્ય નદીઓમાં ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે કાયદા ના ડર વગર કોઈપણ જાતના સંકોચ વગર બેફમ રેતી ખનન થઈ રહ્યું છે મધ્યપ્રદેશમાંથી રેતી ભરવા આવતી ટ્રકો રાત્રિના સમયે જોવા મળે છે.પરંતુ આ પ્રવૃત્તિ કાયમી અટકતી નથી તે એક વિચારવા જેવી વાત છે તંત્ર ઊઠે તે પહેલા રેતી માફ્યિાઓ પલાયન થઈ જાય છે.