- 31 વર્ષથી આશ્રામશાળામાં ધો.1થી 12ના 400 વિદ્યાર્થી
- 300 વિદ્યાર્થીઓ બેસી શકે અને અભ્યાસ કરી શકે તેટલી મોટી વિશાળ મકાન બનાવ્યું હતું
- આશ્રામશાળામાં ધો. 1થી 12ના 400 જેટલા વિદ્યાર્થી સ્થળ ઉપર રહી અભ્યાસ કરે છે
છોટાઉદેપુર તાલુકાના બરોજ ગામ ખાતે ચાલતી કમિશનર આદિજાતિ અને શ્રી પ્રગટ પુરષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત પ્રાથમિક/માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આશ્રામ શાળાના નવીન મકાનનું લોકાર્પણ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા તથા જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના વહીવટદાર સચિનકુમાર દ્વારા કરાયું હતું.
જે કાર્યક્રમમાં પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળના પ્રમુખ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા અને મંત્રી રમેશ એસ ખત્રી તથા વડોદરા ડેરીના ડિરેકટર સંગ્રામસિંહ રાઠવા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્ર ધોબી અને એપીએમસી ચેરમેન મુકેશ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કાળુ રાઠવા ઉપસ્થિત રહ્યાં હતા.










