- આજે ભગવાન ભ્રાતા-ભગિની સાથે નગરચર્યાએ નીકળશે
- રણછોડરાય ભક્ત મંડળ દ્વારા પ્રતિવર્ષ મુજબ રથયાત્રાનું આયોજન
- નગરચર્યા માટે ભગવાન જગન્નાથ, ભગિની સુભદ્રા અને ભ્રાતા બલભદ્ર.
અષાઢી બીજ ના દિવસે ભગવાન શ્રી જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગર ચર્યાએ નીકળશે. જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. છોટાઉદેપુર નગરમાં છેલ્લા 8 વર્ષથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
જેમાં જય રણછોડ માખણ ચોરના જય ઘોષ સાથે ભક્તિમય વાતાવરણમાં રથયાત્રાનું સુચારું આયોજન થાય છે. જેના ભાગરૂપે નવમી રથયાત્રાની ઉજવણી કરવા યુવાન ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. જ્યારે નગરમાં રણછોડરાય ભક્ત મંડળ દ્વારા રથયાત્રાનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે
છોટા ઉદેપુર નગરમાં છેલ્લા આઠ વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું શ્રી રણછોડરાય ભક્ત મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે. આવનારી અષાઢી બીજ તા.07 જુલાઈ ના રોજ નગરમાં નવમી ભવ્ય રથયાત્રા ના આયોજન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જ્યારે મહિલાઓ, બાળકો, અને વૃધોમાં પણ રથ યાત્રાને આવકારવા ભારે આનંદ જોવા મળી રહ્યોં છે. તારીખ 6 જુલાઈએ સાંજે પાંચ કલાકે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે તારીખ 7 જુલાઈ ના રોજ સવારે પ્રભાત ફેરી અને બપોરના 12:30 કલાકે ભવ્ય રથયાત્રા રણછોડરાય મંદિર ખાતેથી કાઢવામાં આવશે જે બજાર, પાવરહાઉસ, સ્ટેટબેન્ક, નિર્મળ સોસાયટી, નવાપુરા, થઈ પરત રણછોડરાય મંદિરે ફરશે ભગવાન શ્રી જગન્નાથ છોટાઉદેપુર ખાતે નગર ચોર્યાએ નીકળશે જેનો ભાવ એક ભક્તો ઉત્સાહ ઉમંગ અને ભક્તિ ભાવ પૂર્વક લાભ લેશે નગરના વિવિધ આગેવાનો દ્વારા રથ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
4 ઘોડા, 4 બગ્ગી, 1બેન્ડ વાજા, 2 ડીજે, ભજન મંડળી 1 ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધ ઝાખીઓ , નાસિક ઢોલ, 6 ટ્રેકટર પ્રસાદ વિવિધ સહિત મહા પ્રસાદી અને મહા આરતી બાબતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં છોટાઉદેપુર પંથકના સંતો મહંતો ને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. . સાથે ધજા પતાકા અને કેસરિયા તોરણ થી રથયાત્રા નો રૂટ શણગારવામાં આવ્યા છે. જ્યારે યુવાવર્ગ અથાગ મહેનત કરવા આતુર જણાઇ રહ્યો છે. રથયાત્રા મહોત્સવ ને લઈ નગરજનો માં ભારે ઉત્સાહની લહેર છવાઈ છે. આયોજકો દ્વારા તમામ કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપી રથયાત્રા મહોત્સવ ને ભવ્ય અને અલૌકિક રીતે ઉજવવા અપીલ કરવામાં આવી છે. આયોજકો એ જણાવ્યું હતું કે રથયાત્રા મહોત્સવ ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તા 7 જુલાઈ ને સવાર થી જ કાર્યક્રમો નું આયોજન કરાયું છે.