છોટાઉદેપુર નગરની શોભા ગણાતું નગરની મધ્યમાં આવેલ વર્ષો જૂનો કુસુમ સાગર તળાવ સાફ કરવા માટે તાજેતરમાં 50 લાખનું ઇજારો પાંચ વર્ષ માટે આપવામાં આવ્યો હતો તે પહેલીવાર ઇજારદાર દ્વારા સાફ કરી દેવામાં આવ્યું હતું જે ખૂબ સારી બાબત છે.


પરંતુ ત્યારબાદ ફરી નફ્ફ્ટવેલો ઊગી નીકળી છે જે વેલો ફરી તળાવની શોભા બગાડતું હોય તેમ જોવા મળી રહ્યું છે આ વેલો સાફ કરવા માટે પાંચ વર્ષની ઇજારદારની જવાબદારી હોય છે પરંતુ સાફ કરવામાં આવતી નથી તે નવાઈ ભરી વાત છે. છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા થોડા દિવસો પહેલા નગરનું તળાવ ચોખ્ખું રહે તે માટે 50 લાખના ખર્ચે ઇજારો આપવામાં આવ્યો હતો પરંતુ આ કામગીરીમાં ક્ષતિ જણાતી હોય તેમ જોવા મળી રહ્યું છે 2015 /16 ની સાલમાં પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ પ્રમુખ હતા ત્યારે તળાવ પૂર્ણ સ્વચ્છ જોવા મળ્યું હતું ત્યારબાદ તળાવની સૌંદર્યતા સામે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે આ બાબતે નવું રચાયેલું ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ વિકાસ થંભે નહિ તે અર્થે કડક પગલાં ભરે અને તાત્કાલિક ધોરણે તળાવની સ્વચ્છતા માટે પગલા ભરે તે ખૂબ જરૂરી છે હાલ કપરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે આવનારા દિવસોમાં આ ઉગેલી વેલો અને દુર્ગંધ યુક્ત પાણીને કારણે કિનારે વસતા રહેવાસીઓ અને વેપાર કરતા વેપારીઓને દુર્ગંધ નો સામનો કરવો પડશે.

આ અંગે નગરપાલિકા કારોબારી ચેરમેન અલ્પાબેન સૌરભભાઈ શાહે જણાવ્યું હતું કે નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો બાબતે કોઈ ઢીલાસ મૂકવામાં આવે નહીં અને કુસુમ સાગર તળાવની સ્વચ્છતા બાબતે પૂર્ણ કાળજી રાખવામાં આવશે ઇજારદારને આપેલો ઇજારા અંગે જો સફાઇ કરવામાં આવશે નહિ તો કોન્ટ્રાક્ટ રદ કરાશે અને કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.


  • Follow us on: