• આદિવાસી પંથકમાં શિક્ષણ આલમને કલંકિત કરતી ઘટના બની

  • જિલ્લા અને તાલુકામાં સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં મચેલો ભારે ઉહાપોહ
  • છોટાઉદેપુર જિલ્લામાં પ્રા.શાળાના માસૂમ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ્ કરાવતાનો વીડિયો વાઇરલ થયો હતો.

છોટાઉદેપુરના આદિવાસી પંથકમાં આવેલી પ્રાથમિક શાળાના સ્ટાફ્ દ્વારા માસુમ વિદ્યાર્થીઓ પાસે શાળાના જાજરૂ બાથરૂમ સાફ્ કરાવાતા હોવાણીની ઘટનાએ આદિવાસી પંથકમાં ચકચાર જગાવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના હમીરપુરા પ્રા.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. આદિવાસી પંથકની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય કહેવાય તેવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. સરકાર દ્વારા શાળાના જાજરૂ બાથરૂમ સાફ્ સાફ્ કરવા માટે વિશેષ રકમ ફળવાય છે. છતાં માસુમ વિદ્યાર્થીઓ પાસે જાજરૂ બાથરૂમ સાફ્ કરાવનાર શાળાના સ્ટાફ્ સામે પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. એક બાજુ ગુજરાત સરકાર ગામડે ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ યોજી આદિવાસી પંથકમાં આદિવાસી સમાજના બાળકો ભણે તેવા પ્રયાસ કરી રહી છે. જયારે બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારની શાળાના કર્મચારીઓ આદિવાસી વિદ્યાર્થીઓ પાસે આવું હીન કામ કરાવી આવનારી પેઢીને કઈ દિશામાં લઇ જઈ રહ્યા છે તે જ સમજાતું નથી. આવા સમયે આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ સાફ્ સફાઈ કરવા આવે છે કે, પછી અભ્યાસ કરવા માટે ? તે પણ સવાલ ઉભો થાય છે.

માસુમ વિદ્યાર્થીઓ પાસે જાજરૂ બાથરૂમ સાફ્ કરાવતો આ વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. અગાઉ પણ આવા વીડિયો વાઇરલ થયા છે. પરંતુ કડક કાર્યવાહી આજ સુધી સાંભળી નથી. શાળાના શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય ભીનું સંકેલવામાં આવશે તે તો સમય જ બતાવશે ટોઇલેટ સાફ્ સફાઈ કરાવતા શિક્ષકો સામે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

હું પણ બાળકો સાથે સફાઇમાં જોડાયો હતો

પટેલ પુષ્કરભાઈ શાળાના શિક્ષકના જણાવ્યા મુજબ, શાળાના બાળકો પાસે શૌચાલય સફાઈ કરાવ્યા હતા. પરંતુ શાળામાં પાણીની તંગી છે. શૌચાલયમાં પાણી આવતું નથી. જયારે મેં પણ સફાઈ કામગીરીમાં બાળકો સાથે જોડાયો હતો. શૌચાલયમાં ગંદકી હતી. જેના કારણે સફાઈ કરાવી જરૂરી હતી.

તમામના નિવેદન લઇ રિપોર્ટ કરાશે

તડવી જશવંતસિંહ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ, હમીરપુરા ગામે પ્રાથમિક શાળાના શિક્ષક બાળકો પાસે શૌચાલય સફાઈ કરાવ્યા હતા. આ ઘટનાને લઇ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ સોંપતા ટીમ બનાવી શિક્ષક અને બાળકો અને ગ્રામજનોનો જવાબ લેવામાં આવશે. અને ત્યારે બાદ તેનો રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવશે.


  • Follow us on: