આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી ડો કુબેર ડિંડોરે બોડેલીની કુમારશાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. કેબિનેટ મંત્રી ડો કુબેર ડિંડોરે ભાષાના જ્ઞાન વિષે પ્રશ્નોતરી કરી બાળકોનું જ્ઞાન ચકાસ્યું હતું અને બાળકોને અભ્યાસ માટે વિસ્તૃત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર ખાતે આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવ યોજાયો હતો. એસ એન કોલેજના ગ્રાઉન્ડમાં આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સ યોજવામાં આવ્યો હતો. જેમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ સંખેડા વિધાનસભા અને પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્યો તેમજ જિલ્લામાંથી આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. આદિજાતી મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશની માગ કરનારને આડેહાથ લીધા હતાં.













