- CMએ ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી
- ત્રણ દિવસ એટલે કે 23, 24 અને 25 જૂન આ કાર્યક્રમ ચાલશે
- CMએ બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જેમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના મહમદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી. અને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

CMએ બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા
રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત 32 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્યમંત્રી, મંડળનામંત્રીઓ,પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને વર્ગ 1 ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ મહમદપુરા પ્રાથમિક શાળામાં એસ.એમ.સીના સભ્યો અને શાળાશિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું. તથા રાજ્યમંત્રી કીર્તિસિંહ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.











