• આશરે 1 લાખ 30 હજાર મહિલાઓને 250 કરોડ થી વધુની સહાય પ્રદાન કરાઈ
  • સિદ્ધપુર ખાતે વિવિધ વિકાસના 145 જેટલા કામોનું લોકાર્પણ કરાયું
  • અરવડેશ્વર મહાદેવ મંદિરના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપી હાજરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પાટણના પ્રવાસે આવ્યા હતા જેમાં પ્રથમ HNGU ખાતે રાજ્ય કક્ષાના નારી શક્તિ વંદના કાર્યક્રમમાં 13 હજાર જેટલાં સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓને રૂ,250 કરોડની સહાય પ્રદાન કરવામાં આવી હતી તેમજ પાટણ શકિત વંદના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી સિદ્ધપુર ખાતે પાટણ જિલ્લાના વિવિધ વિભાગના રૂ,305.03 કરોડના 145 કામોનું લોકાપર્ણ અને ખાતમૂહર્ત કર્યું હતું અને ત્યારે બાદ અરવડેશ્વર મહાદેવ મંદિરના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી.

CM રહ્યાં હાજર

[[$googlead]]

નારી શકતી વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સ્વંસહાય જૂથની મીઠી વાવડી ગામના લાભાર્થીએ જણાવ્યું કે લક્ષ્મીબાઈ સખીમંડળ સાથે જોડાયેલી છું સરકારનો આભર માનું છું કે સખીમંડળો ને 250 કરોડની સહાય આપવામાં આવી જેના કારણે મહિલાને આર્થિક બળ મળ્યું અને જેથી મહિલાઓ આર્થિક પગભર બની શકશે.તમેજ સરકાર દ્વારા મહિલાઓ આર્થિક પગભર બને તેના માટે સખીમંડળોને સહાય આપી મહિલાઓના રોજગારી માટે મેદાન મોકળું કર્યું તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

[[$alsoread]]


PMની અલગ-અલગ સહાય યોજના

વિકસિત ભારત વિકસિત ગુજરાત - નારી શક્તિ વંદન કાર્યક્રમ PM નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી 6 માર્ચ 2024ના રોજ સવારે 10 વાગ્યે યોજાયો હતો,જેમાં 13 હજારથી વધુ સ્વ-સહાય જૂથની1.30 લાખથી વધુ મહિલાઓને રૂ.250 કરોડથી વધુની સહાય અર્પણ કરાઈ હતી. રાજ્યકક્ષાના આ મુખ્ય કાર્યક્રમની સાથે ગુજરાતમાં અલગ-અલગ જગ્યા ઉપર નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો હતો,જેમાં મોટા પાયે મહીલાઓ હાજર રહી હતી.

  • Follow us on: