• શનિવાર અને રવિવાર એમ બે દિવસ પાટનગરમાં રોકાણ કરશે

  • આજે નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી ગુજરાતનું વિઝન પ્રસ્તુત કરશે
  • દિલ્હીમાં નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે 28મેએ દિલ્હીમાં નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. ભાજપ શાસિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, હરિયાણા, આસામ સહિત પૂર્વોત્તરના કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહેશે.

મુખ્યમંત્રી શનિ-રવિ એમ બે દિવસ દિલ્હીના પ્રવાસે જઈ રહ્યાં છે. શનિવારે સવારે 10 વાગે કેન્દ્રીય નીતિ આયોગની 8મી ગવર્નીંગ કાઉન્સિલની બેઠક વડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને યોજાવાની છે. આ બેઠકમાં વિકસિત ભારત @2047 વિષય ઉપર મુખ્યમંત્રી ગુજરાતના વિકાસ સંદર્ભે પોતાના વિચારો રજૂ કરવાના છે. આ પરિષદમાં રાજ્યના મુખ્યસચિવ રાજકુમાર પણ ભાગ લેવાના છે. દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા મુખ્ય સચિવો નીતિ આયોગની આ બેઠકમાં જોડાશે. મુખ્યમંત્રી શનિવારે રાત્રિરોકાણ નવી દિલ્હી ખાતે કરશે. રવિવારે નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભાગ લેવાના છે. આમ મુખ્યમંત્રી પૂરા બે દિવસ દિલ્હીમાં ગાળશે. બાદમાં રવિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે, એમ જણાવાઈ રહ્યું છે.


  • Follow us on: