સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે.આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જુથ પાણી પુરવઠા યોજના ફેઝ - ૧ થી ૪ ના તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. કુલ રૂપિયા ૬૩૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે યોજનાઓનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરને શુધ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે.
એક શહેરનો પણ થશે સમાવેશ
બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા, તાલુકો વાવ ઓફટેક આધારીત ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામોનો સમાવેશ થાય છે. જેમાં ડીસા તાલુકાના ૫૧ ગામ અને લાખણી તાલુકાના ૩૭ ગામ છે. જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરનો સમાવેશ કરાયો છે. જેમાં કાંકરેજ તાલુકાના ૮૦ ગામ, દિયોદર તાલુકાના ૨૩ ગામ, લાખણી તાલુકાના ૦૧ ગામ તથા થરા શહેરનો સમાવેશ થયો છે.

દેવપુરા ઓફ્ટેક યોજના
- આગથળા ખાતે ૨૯ એમ.એલ.ડી જળ શુધ્ધીકરણ પ્લાન્ટ
- આખોલ ૫૦ એમ.એલ.ડી જળ શુધ્ધીકરણ પ્લાન્ટ
- ૨૦૮.૫૭ કિલોમીટર લાંબી મેટાલિક પાઇપ
- ૩૬૦.૫૪ કિલોમીટર લાંબી નોન મેટાલિક પાઇપ
- હેડ વર્કસ ખાતે ૫.૯૨ કરોડ લીટર ક્ષમતાવાળા
- ૧૦ ભૂગર્ભ સંપ
- હેડ વર્કસ ખાતે કમ્પાઉન્ડ વોલ અને સર્વિસ રોડ
- ઓપરેટિંગ યુનિટ અને સિક્યુરિટી કેબિન
રાણકપુર ઓફ્ટેક યોજના
- ૫૭.૮૧ કિલોમીટર લાંબી રાઇઝિંગ મેઈન પાઇપલાઇન
- ૨૦૭.૩ કિલોમીટર લાંબી ડિસ્ટ્રીબ્યુશન ગ્રેવીટી પાઇપલાઇન
- ૧.૪૬ કરોડ લીટરની ક્ષમતાવાળા પાંચ ભૂગર્ભ સંપ
- યોજના તળે જુદા જુદા હેડ વર્કસ પમ્પિંગ મશીનરી
- કમ્પાઉન્ડ વોલ, સર્વિસ રોડ, સ્ટાફ ક્વાર્ટરની સુવિધાઓ









