રાજકોટના ગ્રામ્ય વિસ્તાર શાપરમાં શ્વાને હુમલો કરતા બાળકનું મોત થયું છે, જેમાં એક સાથે 5 શ્વાને રમતા બાળક પર હુમલો કરતા તેનું મોત થયું છે, 5 વર્ષના બાળક પર એક સાથે 5 શ્વાન તૂટી પડયા હતા અને તેના કારણે બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, બાળકને હાથમાં તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે મોત થયું છે.


[[$googlead]]

બાળકનું સારવાર દરમિયાન થયું મોત

અમદાવાદ બાદ રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં એક સાથે 5 શ્વાને બાળકને ઘેરી કરડી ખાતા આયુષ યાદવ નામના 5 વર્ષના પરપ્રાંતીય બાળકનું મોત થયું છે, રાજકોટ નજીક શાપરમાં શ્રમિક પરિવાર છૂટક મજૂરી અર્થે આવ્યો હતો, તો શ્વાને બાળકને પીંખી નાખતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને મૂળ બિહારના પટનાના રહેવાસી મજૂરી કામ માટે શાપર આવ્યા હતા, બાળકના પિતા કામ વતન જઈ રહ્યા હતા ત્યારે ઘટના ઘટી , બાળકના મોતને લઈને ખબર પડતાં પિતાએ અધવચ્ચે રાજકોટ પરત ફર્યા હતા.

[[$alsoread]]

ગ્લોબલ વોર્મિંગની કૂતરાઓ પર અસર

બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. રખડતા કૂતરાઓનો આતંક પણ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે.

  • Follow us on: