- બાળલગ્ન પ્રતિબંધક કચેરી અને ખાનગી સંસ્થાએ અટકાવ્યા
- સમૂહ લગ્નમાં 36 જોડાના થવાના હતા લગ્ન
- પોલીસના બંદોબસ્ત સાથે અન્ય સમૂહ લગ્ન પૂર્ણ થયા
અમદાવાદમાં બાળલગ્નનની મોટી ઘટના સામે આવી છે. જેમાં વટવાના ચુનારાવાસમાં એક સમૂહ લગ્ન દરમિયાન લગ્ન પ્રતિબંધક કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળ લગ્ન પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમૂહ લગ્નમાં 36 જોડાના થવાના હતા લગ્ન
માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં ચુનારા વાસમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 36 જોડાના લગ્ન થવાના હતા પરંતુ સમૂહલગ્નનાં આયોજનમાં 18 વર્ષથી નાની ઉમરના કિશોર કિશોરીઓ સામેલ હતા. સમૂહલગ્નમાં 36 જોડાના લગ્ન થવાના હતા જેમાંથી 19 જોડા નાની ઉંમરના હોવાનું સામે આવ્યું છે.
પોલીસના બંદોબસ્ત સાથે અન્ય સમૂહ લગ્ન પૂર્ણ થયા
વટવાના ચુનારાવાસમાં દેવિપૂજક પ્રગતિ મંડળ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાધવ, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ પૂર્વના સંસદ સભ્ય હસમુખભાઇ પટેલ, બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશભાઇ કુશવાહને પણ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા. જોકે તે પહેલા જ લગ્ન પ્રતિબંધક કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા 36 જેટલા કિશોર-કિશોરીઓના બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા હતા. જે પછી પોલીસના બંદોબસ્ત સાથે અન્ય સમૂહ લગ્ન પૂર્ણ થયા છે.
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, પ્રયાસ સંસ્થા તેમજ જીલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત પ્રયાસોથી બાળ લગ્ન અટકાવ્યા છે. જે પછીપોલીસના બંદોબસ્ત સાથે અન્ય જોડાઓના સમૂહ લગ્ન પૂર્ણ કરવામાં આવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધ અધિનીયમ મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને છોકરાના લગ્ન 21 વર્ષ થાય તો સજાને પાત્ર ગુનો બને છે.