• તંત્રએ અરજીના નામે 2 કલાક સુધી CCTV ન બતાવ્યા
  • બાળકની તપાસ શરૂ થતાં 3 કલાક લાગ્યા
  • CCTVમાં મહિલા બાળકને લઈ જતી દેખાઈ

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષનું બાળક ગુમ થતા તંત્ર કામે લાગ્યું છે.દર્દીને મળવા આવેલા સંબંધીનો 3 વર્ષનો દીકરો ગુમ થતા સિક્યુરિટી ગાર્ડે પિતાને સુપ્રિટેન્ડન્ટ પાસે મોકલ્યા હતા તો સુપ્રિટેન્ડન્ટે બાળકના પિતાને અરજી લખવાનું જણાવ્યું હતુ,એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક અજાણી મહિલા બાળકને સાથે લઈ જતી દેખાય છે.

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા તપાસના આદેશ

[[$googlead]]

સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકની ઉઠાંતરી મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હા આ મામલે ડીસીપીને જાણ કરીને વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધી, તેનાં માતા-પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા છે. સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે.આખરે ગૃહ રાજ્યમંત્રીની દરમિયાનગીરીથી તંત્ર દોડતું થયું છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ DCPને આપી સૂચના.

[[$alsoread]]


બાળક ગુમ મામલે શું કહ્યું હર્ષ સંઘવીએ

સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે,તેમનું કહેવું છે કે,જલ્દીથી બાળકને શોધવામાં સફળતા મળશે,અલગ અલગ ટીમ બનાવામાં આવી છે,ગૃહ રાજ્યમંત્રીની દરમિયાનગીરી બાદ તંત્ર એક્શનમાં છે,તંત્રએ અરજીના નામે 2 કલાક સુધી CCTV ન બતાવ્યા.બાળકની તપાસ શરૂ થતાં 3 કલાક લાગ્યા,CCTVમાં મહિલા બાળકને લઈ જતી દેખાય છે.


બાળક હોસ્પિટલની લોબીમાં રમતું હતું

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચિન બરફ ફેક્ટરી પાસે આવેલા ઈશ્વર નગરમાં રાજેશ પોલ, પત્ની અને 3 વર્ષના શિવા નામના એકના એક બાળક સાથે રહે છે. રાજેશ સંચા ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના G-1 વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો. દરમિયાન શિવા G-1 વોર્ડથી F-1 વોર્ડની લોબીની વચ્ચે રમી રહ્યો હતો.


બાળક ચોરી મુદ્દે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના વલસાડમાં ધામા

વલસાડ જિલ્લામાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ધામા નાખ્યા છે.મુંબઇની એક બાળકીને વિશાખાપટ્ટનમમાં વેચી હોવાની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી બાતમી જેની કડી વલસાડ જિલ્લાના વાપી ખાતે મળતા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાપસ શરૂ કરી હતી.મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાપીમાં બિસ્કિટ આપવાના બહાને તપાસ કરતા એક મહિલા 6 બાળકો સાથે મળી આવી હતી.

  • Follow us on: