સ્પોર્ટસ ઓથોરીટી ઓફ્ ગુજરાત દ્વારા દર વર્ષ યોજાતા ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લઇ મેડલ મેળવી ખેલ મહાકુંભમાં 3.0 24 -25માં છોટાઉદેપુર જિલ્લાનુ નામ રોશન કર્યુ હતું.
ખેલ મહાકુંભ 3.0માં ડાંગ ખાતે યોજાયેલ આર્ચરી સ્પર્ધામાં અં-14 ના પાંચ ખેલાડીએ 1 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ, 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. અં-17 ના 2 ખેલાડીએ 1 ગોલ્ડ, 1 સિલ્વર અને અબવ-17 ના 7 ખેલાડીએ 4 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ 14 મેડલ મેળવ્યા હતા. આર્ચરી રમતમાં અં-14 અને અબવ-17 માં છોટાઉદેપુર ભાઈઓની ટીમ ચેમ્પિયન બની હતી. અં-17 મિક્સ ટીમ ચેમ્પિન બની હતી. અં-17 ભાઈઓ ટીમ સિલ્વર મેળવ્યો હતો. અં-14 બહેનોએ ત્રીજુ સ્થાન (બ્રોન્ઝ મેડલ), કુસ્તીની રાજ્યકક્ષાની સ્પર્ધામાં દેવગઢ બારીયા ખાતે કુલ બોન્ઝ મેડલ 2 મેળવ્યા હતા. રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં આણંદ ખાતે 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.










