પોતાનો ખમીરવંતો ઈતિહાસ ધરાવતા અને તલવાર બનાવવાની કળા માટે જાણીતા એવા વાઢાળા સમાજનો પ્રથમ સમૂહલગ્નોત્સવ ચોટીલા ખાતે આવેલા મોલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં તા. 26મીએ જાન્યુઆરી યોજાશે.


આ પ્રસંગે વાઢાળા સમાજના ત્રણ નવદંપતીઓ સમાજના આગેવાનો, સાધુસંતો અને રાજકિય આગેવાનો, રાજવી પરિવારોના હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડશે. આ અંગે માહિતી આપતા વાઢાળા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણે જણાવ્યું કે વાઢારા સમાજ આર્થિક રીતે પછાત સમાજ પૈકી એક છે. જેમનો પ્રથમ સમૂહ લગ્નોત્સવનો શ્રેય સમાજના અને અન્ય સમાજના દાતાશ્રીઓને જાય છે. આમ તો આ વાઢાળા સમાજનો સમૂહલગ્નોત્સવ છે પરંતુ રાજપૂત સમાજ, કાઠી સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ વગેરેના દાતાઓએ બે હાથ ખોલીને દાનની સરવાણી વહેતી કરી છે. જેના પરિણામે આ સમૂહલગ્નોત્સવ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ અને સમાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે.

કંકોતરીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મેસેજ અપાયો

વાઢારા સમાજ દ્રારા પ્રથમ સમૂહ લગ્નોત્સવની કંકોત્રીમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની અપિલ કરવામાં આવી છે. આ સાથે લગ્નની વિધિ પહેલા ગૌમાતાનું પૂજન કરીને સમૂહલગ્નોત્સવને ખુલ્લો મુકવામાં આવશે. આજે પણ કુરિવાજો સામે લડી રહેલા સમાજમાં દીકરો દીકરી એક સમાન અને સ્ત્ર્રી શિક્ષણનો સંદેશો પણ આપવામાં આવશે. આ કાર્યર્ક્મમાં ગૌરક્ષાનું કામ કરતા ગૌભક્તો અને સાધુ-સંતો હાજરી આપીને નવદંપતીને આર્શિવાદ આપશે.


  • Follow us on: